એક નાનકડુ ઘર એ પણ ઑટો રિક્ષા પર, વિશ્વાસ નથી થતો ? તો જોઈ લો

home at auto
Last Updated: બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (20:45 IST)
એ પણ ઑટો રિક્ષા પર, વિશ્વાસ નથી થતો ?
તો કરી લો.. અરુણ પ્રભુ એ વ્યક્તિ છે જેમણે ઓટો રિક્ષા પર શાનદાર ઘર બનાવીને સૌને ચૌકાવી દીધા છે. કારણ કે આ ઓટો રિક્ષાની 36 વર્ગ ફુટની જગ્યાએ ફક્ત બેડરૂમ જ નહી, લિવિંગ રૂમ, કિચન, ટૉયલેટ, બાથટબ અને વર્કસ્પેસ ઉપરાંત પાણી માટે 250 લીટરની ટાંકી, 600 વૉટનુ સોલર પૈનલ, બૈટરીઓ, કપબોર્ડસ, બહારની બાજુ કપડા સુકાવવા માટે હૈગર, દરવાજો અને સીડીયો પણ છે. તેનુ નામ છે 'સોલો 0.1, જેને ચેન્નઈના 23 વર્ષીય અરુણ પ્રભુએ ફક્ત એક લાખ રૂપિયામાં તૈયાર કર્યુ
છે. વર્ષ 2019માં અરુણ મુંબઈ અને ચેન્નઈના સ્લમ એરિયામાં રિસર્ચ કરી રહ્યો હતો. જ્યા તેણે જોયુ કે એક ઝૂપડી બનાવવામાં લગભગ 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે, જેમા ટૉયલેટ જેવી જરૂરી સુવિદ્યાઓ પણ નથી હોતી.
તેથી તેણે ફક્ત 1 લાખ રૂપિયામાં સોલો 0.1 બનાવીને આ સમસ્યાનો ઉકેલ મેળવ્યો.
અરુણે સઓલો 0.1 ને જૂના થ્રી વ્હીલર અને રિસાઈકલ્ડ વસ્તુઓથી બનાવ્યુ છે. જે સોલર બેટરી યુક્ત છે. અરુણનુ માનવુ છે કે 1 લાખના રોકાણથી બનાવ્યુ.

અરુણનુ માનવુ છે કે 1 લાખના રોકાણથી બનેલ આ ઘર બે વયસ્ક લોકો માટે છે.
તેને બનાવવામાં તેમને પાંચ મહિના લાગ્યા હતા. જેનો હેતુ મજૂર, બેઘર અને નાના દુકાનદારોને ઓછી કિમંતમાં એક અસ્થાયી ઘર પુરુ પાડવાનુ છે. અરુણ તમિલનાડુના નમક્કલમાં પારામથી વેલ્લોરનો રહેનારો છે. જેણે સેકંડ હૈંડ બજાજ થ્રી-વ્હીલર પિકઅપને એક ઘરમાં ફેરવીને 'કૉન્સેપ્ટ હોમ ઑન વ્હીલ્સ પ્રોજેક્ટ'ને હકીકત બનાવી દીધુ. તેમણે બેંગલુરૂની ડિઝાઈન અને આર્કિટેક્ટ કંપની બિલબોર્ડ સાથે જોડાઈને આ ખૂબસૂરત વસ્તુ બનાવી છે. જેના પબ્લિક વખાણ કરતા થાકતી નથી.


( ફોટો સાભાર - સોશિયલ મીડિયા )


આ પણ વાંચો :