ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2024 (09:43 IST)

રખડતા કૂતરાઓએ ચુકાવ્યો બિસ્કીટનુ મૂલ્ય, આ રીતે બાળકનો જીવ બચાવ્યો

viral video
social media

Viral video- વાયરલ થયેલા વીડિયોમાં માસૂમ બાળકનો જીવ બચાવવા માટે એક કૂતરો જે રીતે બીજા કૂતરા સાથે લડ્યો તે ખરેખર આશ્ચર્યજનક છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે શ્વાન ખરેખર વફાદાર અને હિંમતવાન હોય છે.
 
હકીકતમાં, બાળકનો પરિવાર ઘણીવાર તેમના ઘરની આસપાસ ફરતા કૂતરાને ખોરાક અને બિસ્કિટ ખવડાવતો હતો, ત્યારબાદ તે કૂતરો તેમના માટે પાલતુ સમાન બની ગયો હતો. વાયરલ થઈ રહ્યું છે
વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવાર બાળકો સાથે રસ્તાના કિનારે બેસ્યા છે. તે જ સમયે, ઘરની બહાર એક કૂતરો પણ છે જેને પરિવાર ખૂબ જ વહાલ કરે છે. દરમિયાન, એક બાળક નજરથી બચીને  રસ્તાની બીજી બાજુ જવાનો પ્રયાસ કરે છે, ત્યારે એક રખડતું કૂતરું માસૂમ બાળક પર હુમલો કરે છે. પરંતુ આ પછી જે એવુ થયું તે હૃદયદ્રાવક દ્રશ્ય છે. 


 
વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરની બહાર હાજર કૂતરો માસૂમ બાળકનો જીવ બચાવવા માટે વીજળીની ઝડપે રખડતા કૂતરા પર હુમલો કરે છે. આ પછી તે તેનો દૂર સુધી પીછો કરે છે. જ્યારે, માતા- પિતા બાળકને સંભાળી લે છે  સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની પ્રશંસા કરી રહ્યા છે અને કૂતરાને 'રિયલ હીરો' કહી રહ્યા છે.

Edited By - Monica sahu