Sardar Patel Jayanti - સરદાર પટેલ જયંતી પર વિશેષ

Widgets Magazine

sardar

'આઝાદીની લડતના એક મહાન સેનાની તરીકે જ નહી પરંતુ ભારતના ઘડવૈયા તરીકે પણ તેઓ હંમેશા યાદ રહેશે.' સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પંડિત જવાહરલાલ નહેરુએ આપેલી આ અંજલિ લોખંડી પુરૂષના યથાર્થ દર્શન કરાવે છે.

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલનો જન્મ ચરોતરના ખેડૂત કુટુંબમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમનું વતન કરમસદ હતુ. તેઓ મેટ્રિક થયા પછી આગળ ભણી શકાય તેવી ઘરની સ્થિતિ ન હોવાથી ડિસ્ટ્રિક પ્લીડરની પરીક્ષા આપી તેઓ ગોધરામા વકીલાત શરૂ કરી.

તેમનું સ્વપ્ન હતુ કે તેઓ બેરિસ્ટર બનવા વિલાયત જાય, અને તેમનું સ્વપ્ન પુરૂ થયુ અને તેઓ 1910માં વકીલાત માટે ઇગલેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. તેમણે અમદવાદમાં વકીલાતની શરૂઆત કરી. 1931માં તેઓ અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયા હતા, તે દરમિયાન જ તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેમના મુખ્ય સૈનિક બન્યા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ ડગાયા નહી.

ભારત આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ ગૃહ અને રિયાસત ખાતાના પ્રધાન બન્યા હતા. આવા મહાન નીડર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતી પર શત શત નમન.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સરદાર પટેલ જયંતી પર વિશેષ ગુજરાત સમાચાર તાજા સમાચાર સમાચાર ઓનલાઈન ગુજરાતી સમાચાર લાઈવ સમાચાર વેપાર સમાચાર આઈટી સમાચાર ઈંડિયા ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચ અને એકદિવસીય મેચ વિરાટ કોહલી ગુજરાતી સ્થાનિક સમાચાર બિહાર ચૂંટણી સમાચાર ભારતીય ટીમ.ધોની મોદી #નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ. અમિત શાહ ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો ટેનિસ સાનિયા મિર્ઝા સાઈના નેહવાલ મહાનગર પાલિકા ચૂંટણી અમિત શાહ અમદાવાદ મહાનગર પાલિકા ચૂંટણી ચૂંટણીનું ‘કાઉન્ટડાઉન’ શરૂ કોર્પોરેશન ચૂંટણી પરિણામ ભાજપ માટે કપરી કસોટી પાટીદાર આંદોલન ડીએનએ બિહાર ચૂંટણી 2015 જેડીયુ ઈલેક્શન લાલુ પ્રસાદ નીતીશ કુમાર Sports Cricket #gujarat Gujarat Samachar Cricket News Sports News It News Mobile News Team India Business News Gujarati News Latest Gujarat Samachar Pm Narendra Modi Latest Gujarati News Regional News Of Gujarat Gujarat Samachar In Gujarati Live News In Gujarati Nitish Kumar Vs Pm Modi

ગુજરાત સમાચાર

news

વડોદરામાં બેરોજગાર યુવાનો સાથે નોકરીના નામે ક્રુર મજાક

સોશ્યલ મીડિયા પર વહેતા થતા ખોટા સંદેશાઓ ક્યારેક પરેશાનીનુ કારણ બની જાય છે.આજે આવા જ એક ...

news

વડોદરામાં મકાન ના મળે તો સેંકડો લોકોની ધર્માંતરણ કરવાની ચિમકી

વડોદરાના ગોત્રી રામદેવનગરના રહીશોના મકાનો તોડી પાડયા બાદ તેઓને સયાજીપુરામાં મકાનો ફાળવતા ...

news

બેટ-દ્વારકાની ફેરી બોટમાં પાણી ભરાતા જીવ બચાવવા અફરાતફરી

બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશનું નિવાસસ્થાન હોય દર વર્ષે આ ટાપુ પર લાખો શ્રદ્ધાળુઓ ઓખા- ...

news

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે સૌરાષ્ટ્ર યાત્રા કાઢશે

ભાજપ હવે નારાજ મતદારોને મનાવવા માટે 3 ફેઝમાં સીધો સંપર્ક સાધવા માટે પ્લાન ઘડી રહી છે. આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine