શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (16:42 IST)

ભૂકંપ આવતા પહેલા મળે છે આ સંકેત, કૂતરા અને પક્ષીઓનો બદલાય જાય છે અવાજ, થંભી જાય છે હવા, જાણો બીજુ શુ ?

Earthquake Signals: ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં ભૂકંપ, તોફાન અને અન્ય પ્રાકૃતિક વિપદાઓના આવ્યા પહેલા સંકેતનો ઉલ્લેખ છે. આમ તો વિનાશકારી ભૂકંપની ભવિષ્યવાણી કોઈ કરી શકતુ નથી, પરંતુ પ્રકૃતિ તેના સંકેત પહેલાથી જ આપવા માંડે છે અને આપણે તેના પર ધ્યાન આપતા નથી. ભૂકંપ આવવાના અનેક દિવસો પહેલા ઉંદર, નોળિયા, સાપ અને સેન્ટિપીડ્સ કથિત રૂપે પોતાના ઘરને છોડીને સુરક્ષિત સ્થાને ભાગવા માંડે છે.  ભૂકંપની માહિતી પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓ, સરિસૃપો અને જંતુઓને પહેલાથી જ થઈ જાય છે અને તેઓ  ભૂકંપ પહેલા જ વાકેફ થઈ જાય છે અને તેઓ સામાન્ય કરતા અલગ વર્તન કરવા લાગે છે. કૂતરાં વિચિત્ર રીતે ભસવા માંડે છે અને પક્ષીઓનો કિલકિલાટ પણ અલગ થઈ જાય છે. તેઓ તેમનો માળો છોડી દે છે અને દરેક જગ્યાએ ઉડવાનું શરૂ કરે છે. આ રીતે, ઘણા પ્રકારના સંકેતો છે જેના દ્વારા ભૂકંપ પહેલા માહિતી મળી શકે છે. 
 
ભૂકંપ પહેલા મળે છે આ સંકેત 
 
કુદરતી આફતોની જેમ, આપણને ભૂકંપના કેટલાક પૂર્વ સંકેતો મળવાનું શરૂ થાય છે. પરંતુ સામાન્ય માણસ આ સંકેતો પર ધ્યાન આપતો નથી અને તેને સમજી શકતો નથી. આ ચિહ્નો આપણી પાસે જુદી જુદી રીતે આવે છે.  જેમ કે પર્યાવરણમાં તાપમાનમાં અચાનક વધારો, હવામાનમાં અચાનક ફેરફાર. ભૂકંપ પહેલા કૂવામાં પાણી વધવા કે ઓછું થવા લાગે છે. 20 કલાક પહેલા રેડિયો સિગ્નલ ખરાબ થવા લાગે છે. ટીવી સિગ્નલ પણ ખરાબ થવા લાગે છે. તેના ઓડિયો વિઝ્યુઅલ સ્પેક્ટ્રમમાં ખામી દેખાય છે. મોબાઈલ સિગ્નલમાં પણ સમસ્યા આવવા માંડે છે.
earthquake
જાનવરોને પહેલા જ આવી જાય છે ભૂકંપનો અંદાજ  
ભૂકંપનો એહસાસ જાનવરોને પહેલા જ થઈ જાય છે. તેઓ બૂમો પાડવા માંડે છે. સાંપ અને ઉંદરને તેનો આભાસ સૌથી પહેલા થઈ જાય છે. ત્યારબાદ કૂતરાઓને પણ તેનો અંદાજ આવી જાય છે. તેઓ એ સ્થાન છોડી દે છે જ્યા ભૂકંપ આવવાનો  હોય છે.   પછી પક્ષીઓને ભૂકંપ આવવાનો એહસાસ થઈ જાય છે અને તેઓ જુદો જુદો આવાજ કાઢવા માંડે છે. તેઓ બીજા પક્ષીઓને પણ પોતાના અવાજ દ્વારા ચેતાવે છે.  ભૂકંપ આવતા પહેલા આકાશમાં વિચિત્ર પ્રકારનુ અજવાળુ દેખાય છે. જેને અર્થક્વેક લાઈટ પણ કહે છે.  જો આપણે આ સંકેતો પર ધ્યાન આપી તો ભૂકંપથી ઘણા બચી શકીએ છીએ અને ભૂકંપથી નુકશાન પણ ઓછુ થશે. ભૂકંપને લઈને ભવિષ્યવાણી તો નથી કરી શકાતી પણ  તેને લઈને અલર્ટ જરૂર રહી શકાય છે. 
 
આ સાથે જ ભૂકંપવાળા ક્ષેત્રમાં ભૂગર્ભમાંથી હિલીયમ ગેસનો સ્તાવ વધી જાય છે. તેનાથી એક બે દિવસ પહેલા ભૂકંપનો અંદાજ જરૂર લગાવી શકાય છે.  આ ઉપરાંત એકદમ જ જળસ્તર વધી કે ઘટી જાય છે. નાળાઓમાથી પાણી એકદમ ઘટી કે વધી જાય છે. જો કે વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે કેટલાક દિવસ તો છોડો કેટલાક કલાક પહેલા પણ ભૂકંપની ભવિષ્યવાણી શક્ય નથી.. 
 
તુર્કીમાં ભૂકંપની આગાહી કરવામાં આવી હતી
નેધરલેન્ડના વૈજ્ઞાનિક ફ્રેન્ક હૂગરબીટ્સે 3 ફેબ્રુઆરીના રોજ આગાહી કરી હતી કે તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવી શકે છે અને તેની તીવ્રતા 7.5 કે તેથી વધુ હોઈ શકે છે. તેના ત્રણ દિવસ પછી આ વિનાશક ભૂકંપ આવ્યો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભૂકંપ હંમેશા ગ્રહોની સ્થિતિ અનુસાર આવે છે.