બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 29 ઑક્ટોબર 2024 (07:13 IST)

Dhanteras 2024: ધનતેરસના દિવસે વાસણો ખરીદવાથી ધનદોલત અનેકગણી વધશે, જાણો આ દિવસે શું ન ખરીદવું જોઈએ ?

Dhanteras 2024: દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવાની પરંપરા છે. આ દિવસને ભગવાન ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધન્વંતરીજી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. ભગવાન ધન્વંતરીને દેવતાઓના વૈદ્ય અને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી અને ધન્વંતરી ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનતેરસના દિવસે ધન્વંતરી જી ઉપરાંત ભગવાન કુબેર દેવ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિનો પરિવાર સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રહે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર, 2024 મંગળવારના રોજ ઉજવવામાં આવશે.
 
ધનતેરસના દિવસે સોનું, ચાંદી, જમીન, મકાન, નવા વસ્ત્રો, લક્ષ્મી-ગણેશની મૂર્તિ, ચાંદીના સિક્કા, વાહન, ઇલેક્ટ્રિક સામાન, સાવરણી, મીઠું અને વાસણોની ખરીદી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે કોઈપણ નવી વસ્તુ ખરીદવાથી 13 ગણો વધુ ફાયદો થાય છે. તો આજે આપણે જાણીશું કે શા માટે લોકો ધનતેરસના દિવસે વધુમાં વધુ વાસણો ખરીદે છે અને તેની પાછળનું કારણ અને મહત્વ શું છે.
 
ધનતેરસ પર વાસણો શા માટે ખરીદવામાં આવે છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા ત્યારે તેમના હાથમાં કળશ હતો. ભગવાન ધન્વંતરિના હાથમાં પિત્તળનું વાસણ હતું, તેથી ધનતેરસના દિવસે વાસણ ખરીદવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદવાથી અનેક ગણું વધુ શુભ ફળ મળે છે.
 
ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ 
 
- લોખંડનો સામાન 
- પ્લાસ્ટિકની  વસ્તુઓ
- સ્ટીલના વાસણો
- એલ્યુમિનિયમની વસ્તુઓ
- અણીદાર વસ્તુઓ
- કાચ અને સિરામિક વસ્તુઓ
- કાળા કપડાં