સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 13 મે 2009 (11:06 IST)

મતદાન ધીમી ગતિએ

લોકસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કામાં આજે સવારે સાત રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 86 બેઠકો માટે મતદાન ધીમી ગતિએ શરૂ થયું છે. આ મતદાનમાં પી ચિદંબરમ, મમતા બેનર્જી દયાનિધિ મારન અને વરૂણ ગાંધી જેવા દિગ્ગજોનું ભાવી સીલ થશે.

આ લખાય છે ત્યાં સુધી પંજાબમાં અત્યાર સુધી આઠ ટકા, ઉત્તર પ્રદેશમાં 8.5 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. આ 86 બેઠકો ઉપર કુલ 1432 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 10.78 કરોડ મતદારો અંદાજે 1.21 લાખ મતદાન મથકોએ ઇલેકટ્રોનિક્સ મશીન દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.