બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By હરેશ સુથાર|

વરૂણ ગાંધી કે ગબ્બર ગાંધી !!!

P.R
(1) તમારી સામે ઉઠનારા હાથને હુ કાપી નાંખીશ
(2) ભલે મારૂ ગળુ કપાઇ જાય એની મને કોઇ પરવા નથી પરંતું આ ક્ષેત્રમાં હુ તમારૂ ગળુ કોઇની સામે ઝુકવા નહી દઉં,
(3) રાતે માતા બાળકોને કહે છે સુઇ જાવ નહીં તો વરૂણ ગાંધી આવશે....
(4) જો તમને કોઇ પરેશાન કરે તો આ મંત્રની માળા કરવી વરૂણ ગાંધી...વરૂણ ગાંધી......

આ શબ્દો છે ગાંધી કુંટુંબના નબીરા વરૂણ ગાંધીના કે જે પોતાની જાતને ગબ્બર ગાંધી તરીકે ઓળખાવી રહ્યો છે. માસુમ લાગતો આ ચહેરો પોતાની બેલગામ જીભ દ્વારા રાજકીય સત્તા મેળવવા મથી રહ્યો છે.

શિસ્ત, માન , મર્યાદા અને નીતિમત્તાના સિધ્ધાતો પર રચાયેલ ભારતીય જનતા પાર્ટી તરફથી તે ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે. વરૂણ નીત નવા વિવાદ છેડી જાતને ચર્ચામાં રાખી લોકોના દિમાગમાં છવાઇ વોટ કેશ કરવા મથી રહ્યો છે. મૂંગા પ્રાણીઓ માટે લડત ચલાવતા મેનકા ગાંધીનો આ પુત્ર રાજકીય ચોપાટ ઉપર લડાયક બની ગર્જી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં ભડકાઉ ભાષણના મામલે વિવાદમાં ફસાયા બાદ રાસુકા હેઠળ વરૂણ ઉપર કેસ ચાલી રહ્યો છે તો બીજી બાજુ શરતી જામીન ઉપર બહાર આવેલા ગાંધી ગબ્બર તરફ જઇ રહ્યો છે.

લોકોના હાથ કાપી નાંખવાની વાતો કરતો 29 વર્ષિય વરૂણ બાર બોરની ગન, એનપીબી પિસ્તોલ તથા એનપીબી રાયફલ રાખે છે. જાણે કે પોતાની જાતને રોબિન હુડ માનતો વરૂણ પીલીભીતના લોકોને પહેલા ડરાવી રહ્યો છે બાદમાં તેમને ભયનું મારણ કરવા માટે પોતાના નામના મંત્રની માળા કરવાનું કહી તેનું નિવારણ પણ કરે છે. ગાંધીમાંથી ગબ્બર બનવા જઇ રહેલ વરૂણ રાજકીય ચોપાટ ઉપર શુ સાબિત કરવા ઇચ્છી રહ્યો છે સૌ કોઇ માટે ચર્ચાનો વિષય બન્યો છે. શુ છોકરાના ખભે બંદુક મુકી ભાજપ કોઇ નિશાન તાકી રહ્યું છે કે પછી ખુદ આ છોકરો નિશાનબાજી કરી રહ્યો છે એ તો આવનાર સમય જ બતાવશે.

વરૂણ ગાંધી વિષે જાણવા જેવું....
નામ - ફિરોઝ વરૂણ ગાંધી
ઉંમર - 29 વર્ષ
માતા - મેનકા ગાંધી, સામાજિક કાર્યકર, સાંસદ
પિતા - સ્વ. સંજય ગાંધી, પાયલોટ
અભ્યાસ - બી.એસ.સી ઇકોનોમિક્સ, લંડન

સંપત્તિ
રોકડા રૂ. 20,000
બેંક ડિપોઝીટ રૂ. 16,41,943
બોન્ડ, ડિબેન્ચર્સ રૂ. 1,95,050
અન્ય રોકાણ રૂ. 98,84,142
મોટર નથી
દાગીના સોનુ - 1334 ગ્રામ કિંમત રૂ. 16,18,082, ચાંદી - 113.78 કિલો કિંમત રૂ. 26,88,077. કુલ - રૂ. 43,06,159
અન્ય સંપત્તિ રૂ. 10,10,516
દુકાન A-19, A-20, બસંત લોક, વસંત વિહાર, ન્યૂ દિલ્હી, કિંમત રૂ. 2.33 કરોડ
મકાન એપાર્ટમેન્ટ નં-DSH-646, કિંમત રૂ. 63.21 લાખ
અન્ય દિલ્હીના ખાન માર્કેટમાં સંપત્તિ, કિંમત રૂ. 25 લાખ

હથિયા
બાર બોરની ગન નં-7906, કિંમત - રૂ. 20,000
એનપીબી પિસ્તોલ 22 બોર નં. 148165, કિંમત રૂ. 40,000
એનપીબી રાયફલ 22 બોર નં. પી-81193, કિંમત રૂ. 25,000