શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By

શિવરાત્રી સ્પેશ્યલ : ભક્તો દ્વારા શિવજીની જળ કેમ ચઢાવાય છે ?

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્ત જળ અને બેલપત્રથી શિવજીનો અભિષેક કરે છે. તેની પાછળ એક મોટુ કારણ છે જેનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે.

શિવ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે કે સાગર મંથન સમયે જે હાલાહલ નામનુ વિષ નીકળવા લાગ્યુ ત્યારે તેના પ્રભાવથી બધા દેવતા અને જીવ જંતુ વ્યાકુળ થવા લાગ્યા. આવા સમયે ભગવાન શિવે વિષને પોતાની અંજલીમાં લઈને પી લીધુ.

વિષના પ્રભાવથી ખુદને બચાવવા માટે શિવજીએ વિષને પોતાના કંઠમાં જ રાખી લીધુ. જેનાથી શિવજીનો કંઠ ભૂરો પડી ગયો અને શિવજી નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા.

પણ વિષના પ્રભાવથી શિવજીનુ મસ્તિષ્ક ગરમ થઈ ગયુ. આવા સમયે દેવતાઓએ શિવજીના માથા પર પાણી ચઢાવવાનું શરૂ કરી દીધુ. જેનાથી તેમના મસ્તિષ્કની ગરમી ઓછી થઈ.

બિલના પત્તાની તાસીર પણ ઠંડી હોય છે તેથી શિવજીને બેલપત્ર પણ ચઢાવવામાં આવ્યા. બસ એ સમયથી જ શિવજીની પૂજા જળ અને બિલીપત્રથી કરવાની શરૂ થઈ ગઈ.

બિલીપત્ર અને જળથી શિવજીનું મસ્તિષ્ક ઠંડુ રહે છે અને તેમને શાંતિ મળે છે. તેથી બિલીપત્ર અને જળથી પૂજા કરનારા પર શિવજી પ્રસન્ન થાય છે.