સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By

ઘર ઘરમાં બનશે ક્રિસમસ કિબ્ર

ક્રિસમસ ક્રિબ્રનુ મહત્વ

ક્રિસમસના તહેવારમાં ક્રિસમસ કિબ્ર મતલબ ગૌશાળાનુ ખૂબ જ મહત્વ હોય છે. ગૌશાળા મતલબ કિબ્ર જ્યા પ્રભુ ઈશુનો જન્મ થયો હતો. જેમ કનૈયાના સ્વાગત માટે તેમનુ પારણું સજાવવામાં આવે છે, તેમ ઈશુ મસીહના સ્વાગતમાં ગૌશાળા બનાવવામાં અને સજાવવામાં આવે છે. ગહ્રના કોઈ સારા ખૂણામાં કે આંગણમાં કોઈ સુરક્ષિત જગ્યા જ્યા ક્રિસમસના દિવસે બધા આવીને પ્રભુ ઈશુના દર્શન કરી શકે, કબ્ર સજાવવામાં આવે છે.

આમ તો બજારમાં બનેલી તૈયાર કિબ્ર મળે છે, જેમા માતા મરિયમ, સંત જોસફ, બાળક ઈશુની સાથે ઘેંટા અને ભરવાડ રહે છે. કેટલાક લોકો ઘર પર જ કિબ્ર તૈયાર કરે છે. મોટાભાગે લાકડીની ગૌશાળા બનાવવામાં આવે છે. જેમા રુમાલ મુકીને માતા મરિયમને બેસાડવામાં આવે છે. જેમા બાળક ઈશુને તેમના ખોળામાં સ્થાપિત કરવામાં આવે છે. સંત જોસફને પાસે ઉભા રહેતા બતાડવામાં આવે છે. ભરવાડ અને ઘેંટાઓને આજુબાજુ સજાવવામાં આવે છે.

 
N.D
કિબ્રને સોનેરી કપડાં, ચમકતા સ્ટારથી સજાવવામાં આવે છે. કિબ્રમાં ટ્યૂબ લાઈટની સાથે ઈલેક્ટ્રીક તોરણો પણ લગાડવામાં આવે છે જેથી ગૌશાળાને એક પવિત્ર સ્થાન તરીકે ઉપસાવી શકાય. ક્રિસમસના દિવસે સવરથી એકબીજાના ઘરે આવનારા લોકો દરેક ઘરના કિબ્રના દર્શન જરૂર કરે છે.

ઐતિહાસિક પરંપરાની દ્રષ્ટિએ કિબ્રની ચાર ડિઝાઈન હોય છે - કોસ્ટનર કિબ્ર, બારોક્યુ કિબ્ર, સેંટ ઓસવાલ કિબ્ર, ઓસ્ટિરરોલર કિબ્ર, લિટિલ ઓસ્ટિરોલર કિબ્ર. જો કે આવી ઓછી જ જોવા મળે છે. આજકાલ લોકો ડિઝાઈનર રીતે પણ કિબ્ર સજાવવા માંડ્યા છે. જેમા અમન અને શાંતિના સંદેશવાળી ટેગ લગાડવામાં આવે છે.