બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By વેબ દુનિયા|

નરેન્દ્ર મોદીની અપીલ, હર હર મોદીના નારા ન લગાવશો

P.R
વારાણસીમાં ભાજપાના ઉત્સાહી કાર્યકર્તાઓ તરફથી લગાવાતા અને પછી દેશભરમાં ગૂંજી રહેલ 'હર હર મોદી, ઘર ઘર મોદી' ના નારા પાર તકરાર વચ્ચે મોદીએ પોતે જ ટ્વીટ કરી સમર્થકોને અપીલ કરી કે તેઓ આ નારાથી દૂર રહે અને આ નારાનુ ઉચ્ચારણ ન કરે.

છેલ્લા અનેક વખતથી ભાજપની રેલીઓમાં હર હર મોદી, ઘર ઘર મોદીનો નારો ઘણો ગુંજી રહ્યો હતો. જોકે આ નારાને કારણે દ્રારકાપીઠના શંકરાચાર્યે ચિંતાતુર બની ગયા હતા.જેની અસરથી આ વિશે સંઘના વડા મોહન ભાગવતને તેમણે ફરિયાદ કરી હતી. મોહન ભાગવતે તેની ગંભીરતાની નોંધ લીધી હોવાનું મનાય છે. આ સંદર્ભે તેમણે સૂચના આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વારાણસીના કાર્યકરોને હર હર મોદીના નારા ના લગાવવાની વિનંતી કરી હતી.
P.R

શંકરાચાર્યની નારાજગી બાદ ભાજપે એવુ નિવેદન આપ્યુ છે કે આ નારો અમારો નથી.જોકે હકીકત એ છે કે ભાજપના જ કાર્યકરોએ આ નારો પ્રચલિત કર્યો છે. ભાજપના પોસ્ટોરમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં સ્વરૂપાનંદજીએ ભાગવતને એવું પણ કહ્યું કહ્યું છેકે આજે નારો લાગ્યો છે અને કાલે એવું તો નહીં બને કે મહાદેવના ફોટાની જગ્યાએ મોદીની તસ્વીર જોવા મળે.