શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By

કવિતા- તારા આંગણમાં

જ્યારે હું તારા આંગણમાં
એક ફૂલની જેમ ખિલ્યો
તુ જોઈને મને જીવતી હતી
મારા આંસુ પીતી હતી
માં ઓ માં
ક્યારેક ડરીને હુ સંતાઈ જતો હતો
તારા પાલવમાં

ખુશીયોના બધા રંગ જોતો હતો
તારા પાલવમાં
મારા માટે તુ જ આખી દુનિયા છે

તારા માટે તુ જ આખી દુનિયા હતી
તારા ખોળામાં જ મારી બધી ખુશીઓ છે
આજે હુ ગૂંચવાયો છુ જીવનના સંઘર્ષોમાં
પણ આ તપતી ગરમીમાં પણ
માં
તારો કોઈ આશીર્વાદ
વાદળ બનીને મારા રસ્તે અથડાય છે'
અને
આજે પણ
બધી ચિંતાઓ વચ્ચે
મને એ ખુશીઓ આપી જાય છે
માં ઓ માં