ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Updated : રવિવાર, 12 મે 2024 (07:38 IST)

Mother's Day 2024: મધર્સ માટે સેલ્ફ કેયર છે જરૂરી, આ રીતે કરે મધર્સ પોતાની કેર

Mother
Mother's Day 2024:  જીવનની રોજબરોજની ભાગદોડમાં આપણુ શરીર અને મગજ એટલુ વ્યસ્ત થઈ જાય છે કે આપણને શ્વાસ લેવાનો પણ ટાઈમ મળતો નથી. આવુ આપણા સૌની સાથે થઈ શકે છે ખાસ કરીને મધર્સ સાથે. અનેકવર મધર્સ એક મિનિટ માટે પણ રોકાઈને વિચારતી નથી કે તે પોતાની ભાગદોડમાં ખુદને અને પોતાની હેલ્થને ઈગ્નોર કરી રહી છે.  ક્યારેક જો તે થંભીને જુએ તો તેને જાણ થાય કે આ ભાગદોડમાં તેની સાથે ફિજિકલ, મેંટલ, ઈમોશનલ અને સાઈકોલોજિકલ સ્ટ્રેસ પણ ચાલી રહ્યો છે. હંમેશા બધાનો ખ્યાલ રાખનરી મા આ કેમ  ભૂલી જાય છે કે તેમણે પોતાનો ખ્યાલ પણ રાખવાનો છે.  તેણે પણ એ બધુ કરવા માટે સમય કાઢવો જોઈએ જે તેને ખુશી આપે. તેની હેલ્થ સારી રહે અને જેના કરવાથી તેની ફિજિકલ અને મેંટલ હેલ્થમાં સુધાર થાય. મધર્સ ડે ના અવસર પર તેણે પણ એ બધુ કરવા માટે સમય કાઢવો જોઈએ જે તેને ખુશી આપે.  તેની હેલ્થ સારી રહે અને જેને કરવાથી તેમની ફિજિકલ અને મેંટલ હેલ્થમાં સુધાર થાય. મધર્સ ડે ના અવસર પર આવો જાણીએ મધર્સને કેમ વધુ જરૂર છે સેલ્ફ કેયર અને સેલ્ફ લવની. 
 
 Tips to Help Mothers Navigate Life Challenges Through Self Care:
 
1. Regular Exercise: સેલ્ફ કેયરનુ પહેલુ પગલુ છે પોતાની ફિજિકલ બૉડીનુ ધ્યાન રાખવુ.  રેગુલર એક્સરસાઈજ કરવાથી સ્ટ્રેસ ફિટ રહેવાની સાથે સાથે અનેક બીમારીઓથી બચી શકાય છે.  એક્સપર્ટ્સનુ માનવુ છે કે જે લોકો રેગુલર એક્સરસાઈજ કરે છે તેમનુ સ્ટ્રેસ લેવલ ઓછુ થવાની સાથે હાર્ટ હેલ્થ પણ ઈમ્ર્પૂવ થાય છે. 
 
2. Relaxation: દરેક સમય ભાગદોડમાં રહેવાથી સ્ટ્રેસ વધી શકે છે. મધર્સ માટે જરૂરી છે કે તે યોગ, મેડિટેશન અને બ્રીથિંગ પ્રેકટિસ કરે. તેનાથી પણ સ્ટ્રેસ ઓછુ થાય છે. ફ્રી ટાઈમમાં ફોન કે ટીવી ન જોઈને ડિઝિટલ ડિટોક્સ કરે. ગેઝેટ્સ અને સોશિયલ મીડિયાથી બ્રેક લે. 
 
3. Stay Healthy : તમારા ખાવા પીવાથી લઈને સૂવા સુધી બધી વસ્તુઓનો એક ચોક્કસ પ્લાન નક્કી કરો. હેલ્ધી અને હોમ કુક્ડ ખોરાક ખાવ. આખો દિવસ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવો. હેલ્ધી ડાયેટ લો અને નોનસ્ટોપ 7 થી 8 કલાકની ઉંઘ લો. એક હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આ બધુ ખૂબ જ જરૂરી છે.  આ ઉપરાંત સિગરેટ અને દારૂ જેવી આદતોથી દૂર રહેવુ એ પણ સ્ટ્રેસ ઓછુ કરવામાં મદદ કરે છે. 
 
4. Support: મોટાભાગની મોમ્સની સૌથી મોટી મુશ્કેલી હોય છે હેલ્પ કે સપોર્ટ માંગવો. મધર્સ એ યાદ રાખે કે ફક્ત એકલા ચલો થી કશુ નહી થાય. તમે થાકી જશો એક જ સમયમાં દસ જુદા જુદા માર્ગ પર એકલા જાવ તો. તેથી તમારા ફ્રેંડ્સ અને ફેમિલીને તમારા સ્ટ્રોંગ સપોર્ટ માનો અને તેમની મદદ લેવામાં ખચકાટ ન અનુભવશો.  તેમની સાથે સમય વિતાવો અને તમારી પરેશાની અને ખુશીઓ બંને તેમની સાથે શેયર કરો. 
 
5. Doctor 's Help: આ બધા છતા જો તમે કોઈ ફિજિકલ કે મેન્ટલ હેલ્થના શિકાર થાવ છો તો કોઈ સારા મેડિકલ પ્રોફેશનલને બતાવવામાં સંકોચ કે મોડુ ન કરશો.



Edited by - Kalyani Deshmukh