1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (14:10 IST)

Mother's Day મધર્સ ડે પર મમ્મીને ખુશ કરવા આવું કંઈક પ્લાનિંગ કરવી

mother daughter
આજે મધર્સ ડે (Mother's Day) છે. આ અવસરને સ્પેશલ બનાવવા માટે કંઈક સ્પેશલ કરવો જોઈએ જેનાથી મમ્મી એ.. ન ખુશમ ખુશ થઈ જશે. કાર્ડ આપવું આ...  મમ્મીના કોઈ કામનુ નથી.... ચોકલેટની ભેટ આપશો તો તેનો મોટો ભાગ તમારે ફાળે આવશે. સાચુ કહીએ તો આ બધી રીતો બહુ જૂની થઈ ગઈ છે. ઠેઠ જૂના જમાનાની રીત આજે પણ એટલો જ આનંદ આપનારી છે. તો પછી અજમાવી જુઓ આ મધર્સ ડે પર ....
 
- મમ્મીને(Mummy) ઉઠવાને પહેલા તમે ઉઠી જાવ અને તમારા હાથથી બનેલ ચા નો કપ તેમની સમક્ષ રજૂ કરો. પણ કદાચ આ તક તો તમને મળે નહી, કારણકે મમ્મી પહેલા ઉઠવુ બધાને માટે શક્ય નથી.
 
- મમ્મીના કહેવાના પહેલા જ જમાવાનુ ડાઈનીંગ સજાવી દો, થાળીઓ લગાવી દો, પાણી અને ગ્લાસ જમાવી દો, સલાડ કાપીને મૂકી દો.
 
- તેમના અવાજને કદી સાંભળ્યો ન સાંભળ્યો ન કરતા. જે પણ કામ બતાવે તે વગર હા-ના કરે કરી દો. બની શકે તો તેમના કહેવાના પહેલા જ તે કામ કરી દો તો વધુ સારુ.
 
- પપ્પાને પટાવો કે સાંજે મમ્મીના તેમના પસંદગીની સાડી અપાવવા બજર લઈ જાય અને બહાર જ તેમનુ મનગમતુ ભોજન કરાવે.
 
- આ શક્ય ન હોય તો ઘરે જ તમે જાતે ભોજન બનાવવાનુ આયોજન કરો. તેમના પસંદગીની ફિલ્મો જોવા માટે તેમને મુક્તિ આપો. ડીવીડી પણ તમે જ લાવીને આપો. કેટલીક ફિલ્મો આ પણ હોઈ શકે છે - નંદિની, આનેંદ, તીસરી કસમ, કોરા કાગજ, ઈજાજત, સિલસીલા. મમ્મીઓને આંસુ વહેવડાવવા બહુ પસંદ હોય છે. તેનાથી મન પણ હલકુ થઈ જાય છે. પડોશન, અમોલ પાલેકરની કોઈ ફિલ્મ, ખૂબસૂરત, બાવર્ચી કે અમિતાભની કોઈ સ્ટંટ ફિલ્મ પણ છે.
 
- મોડી રાત્રે જ્યારે માટલા ગુલ્ફીવાળો કે બરફવાળો આવે તો બગીચામાં કે બાલ્કનીમાં બેસીને મમ્મીને ગુલ્ફી કે બરફ ખવડાવો.
 
- બપોરે કુલર પાણીથી લબાલબ ભરી દો.
 
- ઘરમાંથી જૂના ફોટા કાઢીને મમ્મી સાથે બેસીને જુઓ, અને મમ્મીને પૂછતા જાવ કે અમુક વ્યક્તિ કોણ છે. આ ફોટો કોણે પાડ્યો હતો. સાંજે મમ્મીને મંદિર લઈ જાવ.
 
- કશુ ન કરો તો આ દિવસે કમસે કમ ઝગડો કે વાદ વિવાદ ન કરતા.