સર્જન તારુ, તારી કૃતિમાં, તારે પ્રસવ પીડાની પુણ્ય ગતિમાં પાલવમાં ઢાંકીને જેણે જીવન તુ પીવડાવતી જાગીને રાત્રે પછી હાલરડાં સંભળાવતી પકડીને નાના હાથને ન જાણે કેટલા તુ સપના સેવતી, કદી રાજકુમારી જેવી વહુ લાવવાના તો કદી રાજકુમાર શોઘવાની વાત મારુ ઉઠવુ-બેસવુ, ખાવુ-પીવુ, એક પૂજા છે તારે માટે જેમાં તુ પોતે યા હોમ થઈ જાય છે ખુશી ખુશી મારી ખુશીયો તારે માટે ઉત્સવ છે અને મારા દુ:ખ દુનિયાની સૌથી મોટી ઘટના. મારી દરેક જિજ્ઞાસાને તુ ક્ષણમાં દૂર કરતી તુ આશ્ચર્યમાં નાખતી હંમેશા મને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતા શીખવાડતી આટલુ સાહસ, આટલી હિમંત માઁ તારામાં જ કેમ આવે છે ? હા, સાચે જ તુ સૃષ્ટિમાં ઈશ્વરનુ વરદાન છે આપીને મને આ વરદાન ઈશ્વર પોતે પણ બોલ્યા હતા બેટા, તુ મારા કરતા વધુ ભાગ્યવાન છે કારણકે તારી પાસે માઁ છે.