"કૈસે કહે" : પ્રેમ વ્હાલો કે કેરિયર
નિર્દેશક : મોહિત હુસૈન સંગીત: પ્રીતમકલાકાર : રાજવીર , નેહા જુલ્કા, અદિતિ ગોવિત્રિકર, મેઘના મલિક, કુણાલ કુમાર.નિર્દેશક મોહિત હુસૈને રાજવીર અને નેહા જુલ્કા જેવા નવા કલાકારો લઈને 'કૈસે કહે' બનાવી છે. તેમનું માનવું છે કે લોકો કલાકારોને કારણે નહી પણ સારી વાર્તાને કારણે ફિલ્મ જોવા ટોકિઝમાં આવે છે. તેમના કહેવા મુજબ 'કૈસે કહે' એક એવી ફિલ્મ છે જેને યુવા દર્શકો જોવી પસંદ કરશે.'
કૈસે કહે' નવા જમાનાની વાર્તા છે. આજકાલના યુવાનો પ્રેમની સાથે-સાથે પોતાના કેરિયરને લઈને પણ ગંભીર છે. આ ફિલ્મમાં દર્શાવાયું છે કે કેરિયરને વધુ મહત્વ આપતા છોકરો-છોકરી જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે શું થાય છે.આદિત્ય(રણવીર) એક બેંકમાં કામ કરે છે. પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાં તે દિવસ-રાત મહેનત કરે છે. અને તેની પાસે પોતાના માટે પણ બિલકુલ સમય નથી. રાધિકા(નેહા જુલ્કા) એક ટીવી પત્રકાર છે. તે પોતાના કામને ખૂબ પસંદ કરે છે. એક સ્ટ્રિંગ ઓપરેશનના દરમિયાન તેનો પરીચય આદિત્ય સાથે થાય છે.
મુલાકાતો પ્રેમમાં બદલાય છે. બંને એકબીજાને પ્રેમ જરૂર કરે છે પણ, તેમની જીંદગીમાં પ્રેમ કરતા કેરિયરનું સ્થાન વધુ મહત્વપૂર્ણ છે. તેઓ નકકી કરે છે કે પોતાની પર્સનલ લાઈફ ને પોતાના કામથી જુદી રાખશે.બોલવું સહેલું છે પણ કરવું મુશ્કેલ. શુ આ મહત્વાકાંક્ષી પ્રેમી-પ્રેમિકાની વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે.શું તે પ્રેમનું મહત્વ સમજી શકશે ?આનો જવાબ મળશે 'કૈસે કહે'માં.