જશપાલ ભટ્ટીની છેલ્લી ફિલ્મ 'પાવર કટ'ની સ્ટોરી
બેનર : મૈડ આર્ટ્સ, જસપાલ ભટ્ટી ફિલ્મ સ્કૂલ નિર્માતા : પવેલજીત રુપ્પલ નિર્દેશક : જસપાલ ભટ્ટી સંગીત - ગુરમીત સિંહ કલાકાર : જસપાલ ભટ્ટી, સુરીલી ગૌતમ, જસરાજ ભટ્ટી, સવિતા ભટ્ટી જસપાલ ભટ્ટી દ્વારા નિર્દેશિત અંતિમ ફિલ્મ પાવર કટ (હિન્દી અને પંજાબી) આ શુક્રવારે (24 ઓક્ટોબર) રજૂ થઈ રહી છે અને તેના પહેલા જ જસપાલ ભટ્ટીનુ રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયુ. પોતાના સ્વભાવ મુજબ જસપાલ ભટ્ટીએ હાસ્ય ફિલ્મ બનાવી છે અને આ વખતે તેમના નિશાના પર મંત્રી અને વિજળી વિભાગ છે. જેના પર ભટ્ટીએ જોરદાર વ્યંગ્ય કર્યો છે. જ્યારે પણ પાવર કટ થાય છે, ભલે પછી એ રાજનીતિનો હોય કે ઈલેક્ટ્રીકલ લોકોના ગરમા-ગરમ ડિસ્કશનમાં સ્પાર્ક જોવા મળે છે. ભારતના મોટાભાગના વિસ્તારમાં પાવર કટને કારણે આજે પણ લોકો અંધારામાં રહેવા મજબૂર છે અને તેના આધારે જ એક રોમાંટિક કોમેડી ફિલ્મ જોવા મળી છે.