માયા વર્મા પોતાના પતિને ગુમાવી ચુકી છે. પોતાની છ વર્ષીય પુત્રી નિયા સાથે તે નવી રીતે જીંદગીની શરૂઆત કરે છે. વિખરાયેલ જીંદગી સમેટવી સહેલુ નહોતુ, પણ માયાની કોશિશ ચાલુ છે. અચાનક કેટલીક વિચિત્ર ઘટનાઓ તેની આસપાસ થવા માંડે છે. માયાની પુત્રી નિયા પોતાના પિતા સાથે વાત કરવા લાગે છે.
P.R
P.R
શરૂઆતમાં તો માયાને લાગે છે કે આ તેના પુત્રીની કલ્પના છે, પણ ધીરે ધીરે તેને પણ અહેસાસ થવા લાગે છે કે તેનો પતિ પરત આવ્યો છે અને પોતાની સાથે પોતાની પુત્રી નિયાને લઈ જવા માંગે છે. અહીથી શરૂ થાય છે માયા દ્વારા પોતાની પુત્રી બચાવવાની ખોફનાક યાત્રા. તે માને છે કે આ ખૂબ જ પડકારરૂપ છે, પણ તે હાર માનવા માટે તૈયાર નથી