રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : ઝંઝીરની સ્ટોરી

બેનર : રિલાયંસ એંટરટેનમેંટ, અદાઈ મેહરા પ્રોડક્શંસ પ્રા. લિ. ફ્લાઈંગ ટર્ટલ ફિલ્મ્સ, રૈમ્પોઝ મોશન પિક્ચર્સ લિ.
નિર્દેશક : અપૂર્વ લાખિયા
સંગીત : ચિરંતન ભટ્ટ, આનંદ રાજ આનંદ
કલાકાર ; રામ ચરણ, પ્રિયંકા ચોપડા, સંજય દત્ત, પ્રકાશ રાજ, અતુલ કુલકર્ણી, માહી ગિલ.

રજૂઆત તારીખ : 6 સપ્ટેમ્બર 2013
P.R

પ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત જંજીર (1973)એ અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવ્યો હતો. તેની ફિલ્મની રિમેક 40 વર્ષ પછી બનાવવામાં આવ્યા છે. જેમા લીડ રોલ દક્ષિણ ભારતીય ફિલ્મોને સ્ટાર રામ ચરણ તેજાએ ભજવ્યુ છે.

P.R


વિજય એક ઈમાનદાર પોલીસ ઓફિસર છે અને એક વાર ફરી તેની ટ્રાંસફર થઈ ગઈ છે. તે અંડરવર્લ્ડના ગુંડાઓને જેલના સળિયા પાછળ નાખવા માંગે છે. તેની પાસે એક એવો કેસ આવે છે જેમા તેજાના ગુંડા દ્વારા કરવામાં આવેલ હત્યાની એક પ્રત્યક્ષ સાક્ષી પોલીસની મદા કરવાની ના પાડે છે. રિયાને વિજય આ વાત માટે રાજી કરી લે છે કે તે તેજા વિરુદ્ધ પોતાનુ નિવેદન આપે.

P.R

તેલ માફિયા તેજા કોઈપણ કિમંતે રિયાનુ મોત ઈચ્છે છે. તેની સુરક્ષાને ધ્યાનમાં રાખતા વિજય પોતાના ઘરમાં તેને સ્થાન આપે છે. ધીરે ધીરે વિજયને અનુભવ થાય છે કે રિયા તેની જીંદગીનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે.

P.R

વિજયની મુલાકાત શેરખાન સાથે થાય છે. શેરખાન ગેરકાયદેસર રીતે કારને ખરીદવા વેચવાનુ કામ કરે છે. વિજયની ઈમાનદારીથી શેરખાન ખૂબ જ પ્રભાવિત થાય છે અને પોતાના જાતને બદલી નાખે છે. તે વિજયને પોતાનો મિત્ર બનાવી લે છે અને તેને માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.
P.R


વિજય પોતાની ખુદની લડાઈ પણ લડી રહ્યો છે. તે એવા વ્યક્તિની શોખમાં છે જેને તેના માતા પિતાની હત્યા કરી છે. તે નાનો હતો ત્યારે તેની આંખો સામે તેના માતા પિતાની હત્યા કરવામાં આવી હતી.
P.R


ઝંઝીરની સ્ટોરી વિજયના ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ, તેજાને પકડવાની કોશિશ અને પોતાના માતા પિતાના હત્યારાઓને શોધવાની આસપાસ ફરે છે.