તલાશ ફિલ્મની આમિરના પ્રશંસકો 3 વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે એક અભિનેતા તરીકે આમિરની અગાઉની ફિલ્મ થ્રી ઈડિયટ્સ વર્ષ 2009માં રજૂ થઈ હતી. તલાશ બનીને લાંબા સમયથી તૈયાર છે,પણ કેટલાક કારણોથી તેની રજૂઆત સતત પાછળ ઠેલાતી રહી છે. એવુ કહેવાય છે કે પરફેકશનિસ્ટ ખાન આ ફિલ્મના અંતથી નાખુશ હતા, કારણ કે ફિલ્મની રજૂઆત મોડી થઈ. આમિર જ્યા સુધી સંતુષ્ટ નથી થતા ત્યાં સુધી વાત આગળ નથી વધતી. ભલે તેમા કેટલો પણ સમય લાગે
P.R
.
P.R
પોલીસ ઈંસપેક્ટર શેખાવત (આમિર ખાન)નો સવારે ફોન આવે છે. ફોન કરનારો એક મોત અને એક દુર્ઘટના વિશે બતાવે છે. આ કેસ શેખાવત માટે એક ગુત્થી બની જાય છે. જેને ઉકેલવામાં તેનુ વૈવાહિક જીવન દાવ પર લાગી જાય છે. પત્ની રોશની અને શેખાવત સામે સામે આવીને ઉભા થઈ જાય છે.
P.R
P.R
આવા કેસને ઉકેલવામાં લાગેલ શેખાવતની મુલાકાત સેક્સ વર્કર રોજી સાથે થાય છે. રોજી સાથે મુલાકાત પછી આ કેસનું રહસ્ય વધુ ગુંચવાય જાય છે અને શેખાવત માટે આ કોયડો વધુ મુશ્કેલ બની જાય છે.
P.R
P.R
એક સાધારણ કાર દુર્ઘટનાની તપાસ એક એવા રહસ્યમાં બદલાય જાય છે, જેના ઉપરથી પડદો હટાવવો સહેલો નથી.