બ્લૂ

IFM
આંતરાષ્ટ્રીય પોપ સ્ટાર કાઈલી મિનોગે એક ખાસ આઈટમ નંબર આ ફિલ્મ માટે કર્યુ છે. ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન અને સાઉંડ એંજીનિયર રેસુલ પુકોટ્ટીએ પણ પોતાનો ફાળો 'બ્લૂ'ને આપ્યો છે.

બહમાસની પુષ્ઠભૂમિમાં ફિલ્માવેલી આ ફિલ્મની વાર્તા ઘણા ચરિત્રો વચ્ચેના પરસ્પર જટિલ સંબંધોની વાર્તા બતાવે છે.

સાગર(સંજય દત્ત) અને સેમ (જાયદ ખાન)ભાઈ છે. સાગરનુ સપનુ છે કે એક દિવસ તેની પોતાની નાવ હોય. અરાવ (અક્ષય કુમાર) તેનો મિત્ર છે. અરાવ ખૂબ મોટો ઉદ્યોગપતિ છે, સાથે જ અભિમાની પણ. એ એક ચાલબાઝ માણસ છે.

સાગર અને અરાવ વચ્ચે વિવાદ ઉભો થાય છે. મોના (લારા દત્તા) સાગરની પ્રેમિકા છે.

વેબ દુનિયા|
બેનર : શ્રી અષ્ટવિનાયક સિને વિઝન લિમિટેડ
નિર્માતા : ઢિલિન મેહતા નિર્દેશક : એંથની ડિસૂજા સંગીત : એ.આર. રહેમાન કલાકાર : અક્ષય કુમાર, સંજય દત્ત, લારા દત્તા, જાયદ ખાન, રાહુલ દેવ, કાઈલી મિનોગ, કેટરીના કેફ કરોડો રૂપિયાના રોકાણથી બનેલ ફિલ્મ 'બ્લૂ'ની ખાસિયત છે તેની અંડર વોટર એક્શન. કદાચ જ ભારતીય ફિલ્મ ઈતિહાસમાં પાણીની અંદર આ પ્રકારના દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યા હોય. આ ફિલ્મના નિર્માણમાં વિશ્વના તમામ તકનીશિયનોએ પોતાની સેવાઓ આપી છે. અંડરવોટર સ્પેશ્યાલીસ્ટ કેમેરામેન પીટી જુકારની આ ફિલ્મ સાથે સંકળાયેલા છે, જે પાયરેટ્સ ઓફ કેરેબિયન અને ડીપ બ્લૂ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. જેમ્સ બોમોલિક આ ફિલ્મના એક્શન ડાયરેક્ટર છે.
IFM
જેમ-જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ આ લોકોના ઈરાદા વધુ સ્પષ્ટ જોવા મળે છે. દરેક પોતાની જરૂરિયાત પૂરી કરવા એક-બીજાને નષ્ટ કરવામા લાગી જાય છે.


આ પણ વાંચો :