મેરીગોલ્ડ : સલમાનની પહેલી હોલીવુડ ફિલ્મ
નિર્દેશક : વિલોર્ડ કૈરોલ સંગીત: શંકર મહાદેવન, અહેસાન નૂરાની, ગ્રેમી રિવેલકલાકાર : સલમાન ખાન,અલી લોર્ટૅર, નંદના સેન,ઈયાન બોહેન, ગુલશન ગ્રોવર હોલીવુડની ફિલ્મોમાં અભિનય કરવા માટે ભારતીય કલાકારો હંમેશા આતુર રહે છે. સલમાન ખાન પણ અછૂતો નથી. 'મેરીગોલ્ડ' ના દ્રારા તે હોલીવુડમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂંટિંગ મુંબઈ, ગોવા અને રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે.આ એક રોમાંટિક ફિલ્મ છે, જેનું નિર્દેશન વિલોર્ડ કૈરોલે કર્યુ છે. અંગ્રેજીમાં બનેલી આ ફિલ્મના ગીત અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓમાં છે.કૈરોલ કોઈ બોલીવુડના કલાકારને જ નાયક બનાવવા માંગતા હતા. તેમણે કેટલાય નાયકો જોડે વાત કરી અને છેલ્લે સલમાનને પસંદ કર્યો.અમેરિકન અભિનેત્રી મેરીગોલ્ડ લેકસ્ટન (અલી લોર્ટર) ભારત ફરવા આવે છે. ગોવામાં તેના બધા પૈસા વપરાઈ જાય છે. પૈસા માટે તે બોલીવુડની એક ફિલ્મમાં નાનકડો રોલ કરવા માટે તૈયાર થઈ જાય છે.ફિલ્મમાં તેને નૃત્ય કરવું છે. પરંતુ, તે આ વિદ્યામાં નિપુણ નથી. તેની અંદર આત્મવિશ્વાસ લાવવાનું કામ કોરિયોગ્રાફર પ્રેમ (સલમાન ખાન) કરે છે. પ્રેમના વ્યક્તિત્વ અને વ્યવ્હારથી મેરીગોલ્ડ ધીરે-ધીરે તેની તરફ આકર્ષિત થવા માંડે છે.મેરી ગોલ્ડનું દિલ ત્યારે તૂટી જાય છે, જ્યારે તેને ખબર પડે છે કે પ્રેમ જાહ્નવી(નંદના સેન)જોડે બહુ જલ્દી લગ્ન કરવાનો છે. ત્યાર પછી તે પ્રેમનો સાથ છોડી દે છે. જાહ્નવી મેરીગોલ્ડની પાસે જઈને સમજાવે છે કે તે ખોટું વિચારી રહી છે. પ્રેમ ફક્ત મેરીગોલ્ડને જ ચાહે છે. મેરીગોલ્ડ પાછી પ્રેમની પાસે આવી જાય છે.