રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. નવી ફિલ્મો
Written By
Last Modified: શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (15:57 IST)

હોરર ક્વિન બિપાશાની વધુ એક હોરર ફિલ્મ ક્રિચર 3 ડી લોકોને ડરાવશે

કલાકાર : બિપાશા બાસુ, ઈમરાન અબ્બાસ નકવી,મુકુલ દેવ, વિક્રમજીત કંવરપાલ,દીપરાજ રાણા,શીર્ષ શર્મા 
 
નિર્માતા :ભૂષઃણ ,દુઆ,કૃષ્ણ કુમાર,
 
નિર્દેશક :વિક્ર્મ ભટ્ટ
 
સંગીત :મિથુન,ટોની,કક્કડ 
 
લંબાઈ :133 મિનિટ 
 
રેટિંગ : 2.5 
 
ડાયરેકટર વિક્ર્મ ભટ્ટને થ્રી ડી ટેક્નોલોજી પર પકડ આવી ગઈ હોય તેમ લાગે છે. કેટલાક સમય પહેલાં વિક્ર્મે વિદેશી ટેકનિશ્યનનોની મદદ વગર હોન્ટેડ થ્રી ડી ટેક્નોલોજી બનાવી હતી અને ફિલ્મ હિટ રહી હતી. વિક્રમના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 1920માં હનુમાન ચાલીસા ,રાજ3માં કાલી માતાનો ઉલ્લેખ અને આ ફિલ્મમાં પુષ્કરના બ્રહ્મ સરોવર તથા બ્ર્હ્માજીનો સંદર્ભ જોડીને વિક્ર્મે ફરી એકવાર ફિલ્મને હિટ કરાવવા માટે વધુ એક વખ્ત દેવી-દેવતાઓ સાથે સંકળાયેલી ઘણી વાતોને ક્રિચરનો હિસ્સો બનાવ્યો છે. 
 
મુંબઈના પોતાના પિતા સાથે રહેતી અહાના(બિપાશા બસુ)ખૂબ ખુશ હોય છે. અહાનાના પપ્પાની મુંબઈમાં આલીશાન કોઠી હોય છે. એક દિવસ બે બિલ્ડર તેને ખરીદવા માટે તેમને મળે છે. પરંતુ બાત જામતી નથી. અહાનાના પપ્પા પૂર્વજોની યાદ સમાન કોઠીને વેચવા માંગતા હોતા નથી. 
 
થોડા દિવસો બાદ તેમને ધમકી મળવાનું શરૂ થતાં આત્મહત્યા કરી લે છે. અહાના હવે નવેસરથી જીંદગી શરૂ કરવા હિમાચલ પ્રદેશના સમર હિલ વિસ્તારમાં બેંકમાંથી લોન લઈને આલીશાન લોજ શરૂ કરે છે. કુદરત પ્રેમીઓ જંગલી લાઈફને નજીકને જોવા માટે આ લોજમાં રોકાય છે. બધું બરાબર ચાલતું હોય છે ત્યાં જ આ લોજમાં રોકનારા ગેસ્ટની હત્યાનો સિલસિલો શરૂ થઈ જાય છે. 
 
ફોરેસ્ટ ડિપાર્ટમેંટના અધિકારીઓને લાગે છે કે જંગલમાં કોઈ માનવભક્ષી પ્રાણી આવી ગયું છે . જે દરમિયાન જંગલમાં થયેલા આવા હુમલાથી ગમે તેમ કરીને બચીને નિકળવામાં સફળ થયેલી એક છોકરી જંગલમાં એક દૈત્યાનુમાં લાંબી પૂંછડીવાળું ખૂંખાર પ્રાણી હોવાનું કહે છે. આ વાતથી લોજમાં રોકાયેલા તમામ ચાલ્યા જાય છે. તેમાં કુનાલ ઈમરાન અબ્બાસ નકવી પણ છે . જે અહીથી ચાલ્યા જવાના બદલે અહાનાનો સાથ આપવા રોકાવાંનો  નિર્ણય કરે છે.