શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

આલિયા ભટ્ટની ફિલ્મ 'હાઈવે' ની સ્ટોરી

બેનર : નડિયાદવાલા ગ્રેંડસન એંટરટેનમેંટ, યૂટીવી મોશન પિક્ચર્સ, વિંડો સીટ ફિલ્મ્સ
નિર્માતા : ઈમ્તિયાજ અલી, સાજિદ નડિયાદવાલા
નિર્દેશક : ઈમ્તિયાજ અલી
સંગીત : એ. આર. રહેમાન
કલાકાર : રણદીપ હુંડા, આલિયા ભટ્ટ

રજૂઆત તારીખ : 21 ફેબ્રુઆરી 2014
P.R


હાઈવે ની સ્ટોરી એક યુવતીની છે. એક શહેરી યુવતી જે યુવાન છે અને જીવનના દરેક ક્ષણનો આનંદ લે છે. તે એક રાત્રે હાઈવે પર પોતાના મંગેતર સાથે છે. તે ચાર દિવસ પછી લગ્ન કરવાની છે. અચાનક ઘરેણા અને ફૂલોની દુનિયાથી દૂર તેનો સામનો કઠોર અને ક્રૂરતા સાથે થાય છે. ગ્રામિણ અપરાધીઓનું એક ગ્રુપ તેનુ અપહરણ કરી દૂર લઈ જાય છે.

P.R

ગેંગ એ યુવતીને લઈને ગભરાય જાય છે. તે એક મોટા ઉદ્યોગપતિની પુત્રી છે. છેક ઉપર સુધી તેના પરિવારના લોકોની પહોંચ છે. તેથી ફિરોતી માંગવાનો તો પ્રશ્ન જ નથી. તેમને લાગે છે કે તેઓ યુવતીનુ અપહરણ કરી બરબાદ થઈ ગયા છે. ટોળકીનો મુખ્ય સૂત્રધાર યુવતીને પરત મોકલવા તૈયાર નથી. તેની નીતિ છે જે થશે તે જોઈ લઈશુ.

P.R


ધીરે ધીરે દિવસો પસાર થાય છે. આ દિવસ એ યુવતી માટે આતંકથી ભરેલા સાબિત થાય છે, પણ જેમ જેમ દિવસો વીતતા જાય છે વાતાવરણ બદલાય જાય છે. યુવતીને સૂરજનુ ઉગવું અને આથમવુ સારુ લાગે છે. હવામાં તેને પરિવર્તનનો અનુભવ થાય છે. તેને લાગે છેકે તે પણ હવે બદલાય ગઈ છે.
P.R

ધીરે ધીરે અપહરણકાર અને તેની શિકાર બનેલ યુવતી વચ્ચે એક વિચિત્ર બંધન વિકસિત થાય છે, પણ તેઓ એકબીજા માટે નથી બન્યા. જીવનમાં પહેલીવાર એ યુવતી આ કેદમાં પોતાની જાતને આઝાદ અનુભવે છે. એ યુવતી એ પોતાના ઘરે પરત જવા નથી માંગતી. હવે એ ત્યાં જવા માંગે છે જ્યા તેને લઈ જવામાં આવી રહી છે. તે ઈચ્છે છે કે આ યાત્રાનો ક્યારેય અંત ન આવે.