1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

જબ તક હૈ જાનની સ્ટોરી

બેનર : યશરાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : યશ ચોપડા
સંગીત : એ.આર.રહેમાન
કલાકાર : શાહરૂખ ખાન, કેટરીના કેફ, અનુષ્કા શર્મા
રિલીઝ ડેટ : 13 નવેમ્બર 2012
P.R

જબ તક હૈ જાનની સ્ટોરી વિશે વધુ માહિતી નથી આપવામાં આવી રહી. આમ પણ યશરાજ ફિલ્મ્સવાળા પોતાની ફિલ્મોની સ્ટોરી વિશે વાત કરવી પસંદ નથી કરતા. ઘણીવાર તો કલાકારોને પણ આખી સ્ટોરી વિશે જાણ નથી રહેતી.

P.R

પહેલા એવુ કહેવાતુ હતુ કે જબ તક હૈ જાનની સ્ટોરી યશ ચોપડા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'દાગ'થી પ્રેરિત છે, પણ આ વાતનું ખંડન કરવામાં આવ્યુ. આ એક લવ સ્ટોરી છે અને તેની સ્ટોરી સમર (શાહરૂખ ખાન), મીરા (કેટરીના કેફ) અને અકીરા (અનુષ્કા શર્મા)પર આધારિત છે.

P.R

શાહરૂખનુ પાત્ર ઉમંરના બે જુદા જુદા પડાવ પર જોવા મળશે. યુવા વયમાં તેઓ એક મ્યુઝિશિયનના રૂપમાં જોવા મળશે જે લંડનમાં રહે છે. ગિટાર વગાડે છે. તેની સાથે કેટરીના કેફ હશે, જેને યશ ચોપડાએ ખૂબ જ સુંદરતાથી રજૂ કરી છે.
P.R

શાહરૂખનું પરિપક્વ પાત્ર એક આર્મી ઓફિસરના રૂપમાં જોવા મળશે જે ઓછુ બોલે છે અને જેને માટે ફર્જથી વધુ કંઈ જ નથી. કાશ્મીરમાં તેની પોસ્ટિંગ છે. આર્મી ઓફિસર સમરની સાથે અકીરા જોવા મળશે, જે 21 વર્ષની છે અને ડિસ્કવરી ચેનલ માટે ડોક્યૂમેંટરી બનાવે છે. તે ખૂબ જ મહત્વાકાંક્ષી છે અને પોતાના સપનાને પૂરા કરવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

આ ત્રણે પાત્રોની આસપાસ 'જબ તક હૈ જાન'ની સ્ટોરી બનાવવામાં આવી છે.