1. મનોરંજન
  2. બોલીવુડ
  3. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : 'જીસ્મ 2'ની સ્ટોરી

બેનર : ક્લોકવર્ક ફિલ્મસ પ્રા.લિ, ફિશ આઈ નેટવર્ક પ્રા.લિ.;
નિર્માતા - પૂજા ભટ્ટ, ડિનો મોરિયો
નિર્દેશક - પૂજા ભટ્ટ
સંગીત - આર્કા, બ્રાવો મુખર્જી, મિથુન, અબ્દુલ, બાસિથ સઈદ
કલાકાર - સની લિયોન, રણદીપ હુંડા, અરુણોદય સિંહ
રિલીઝ ડેટ - 3 ઓગસ્ટ 2012

જીસ્મ 2ના બનાવવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી લઈને આ ફિલ્મ ચર્ચામાં છે. છેલ્લા છ મહિનામાં કદાચ જ કોઈ ફિલ્મની કે તેની હીરોઈનની આટલી ચર્ચા થઈ હશે. જેનુ સૌથી મોટું કારણ છે પોર્ન સ્ટાર સની લિયોન. જેને બિગ બોસના હાઉસમાં જઈને મહેશ ભટ્ટે પોતાની ફિલ્મનો પ્રસ્તાવ આપ્યો હતો. સનીને લઈને યુવાઓમાં જોરદાર ક્રેઝ છે અને તેને નેટ પર ખૂબ સર્ચ કરવામાં આવે છે.

P.R


બોક્સ ઓફિસની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ફિલ્મનો કોઈ મોટો સ્ટાર નથી, તેથી જીસ્મ 2 બનાવનારે સેક્સને આ ફિલ્મનો સ્ટાર બનાવ્યો છે.


ટ્રેલરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મના હોટ અને બોલ્ડ સીનને ખૂબ જ સુંદરતાથી શૂટ કરવામાં આવ્યા છે.

ઈલ્ના(સની લિયોન) એક સી-ગ્રેડ ફિલ્મોની અભિનેત્રી છે જે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાનુ ઉંચુ સ્થાન બનાવવા માંગે છે.

ઈલ્નાને ઈંટેલિજેસ ઓફિસર (અરુણોદય) પોતાને માટે કામ કરવા રાજી કરી લે છે. તેને એક ખતરનાક હત્યારા(રણદીપ હુંડા)ને પોતાના જીસ્મની માયાજાળમાં ફસાવવાનો છે
ઈલ્નાને આ કામ કરવા દરમિયાન પોતાના ભૂતકાળના કડવા-મીઠા સમય સાથે સામનો થાય છે, આ ઉપરાંત તેને એક એવો વિકલ્પ પસંદ કરવા માટે મજબૂર કરવામાં આવે છે જેના કારણે તેની જીંદગી પણ જોખમમાં મુકાય જાય છે.

નિર્દેશક વિશે :

એક નિર્દેશકના રૂપમાં પૂજા ભટ્ટ અત્યાર સુધી પ્રભાવિત નથી કરી શકી. તેમના દ્વારા નિર્દેશિત ફિલ્મ પાપ(2004), હોલિડે(2006), ધોખા(2007) અને કજરારે(2010)ન તો સમીક્ષકોને પસંદ આવી કે ન તો દર્શકોને. પૂજા નિર્દેશિત છેલ્લી ફિલ્મ 'કજરારે' તો સારી રીતે રજૂ પણ ન થઈ શકી. જો તે મહેશ ભટ્ટની પુત્રી ન હોત તો તેને આટલી બધી તક ન મળી હોત. 'જિસ્મ 2' કદાચ તેમને સફળ નિર્દેશકની હરોળમાં ઉભા કરી દે.