1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ 'ભૂત રિટર્ન્સ' ની સ્ટોરી

બેનર : ઈમેજ ઈંટરનેશનલ એલમ્બા એંટરટેનમેંટ
નિર્માતા : જીત્નેન્દ્ર જૈન
નિર્દેશક : રામગોપાલ વર્મા
કલાકાર : મનીષા કોઈરાલા, જે.ડી ચક્રવર્તી, અલયાના શર્મા, મધુ શાર્લિની
રજૂઆત તારીખ : 12 ઓક્ટોબર 2012
P.R

ભૂત રિટર્ન્સ વર્ષ 2003માં રજૂ થયેલ ફિલ્મ 'ભૂત'ની સીકવલ છે. આ એક હોરર ફિલ્મ છે. જેને રામગોપાલ વર્માએ નિર્દેશિત કરી છે. તરુણ એક આર્કિટેક્ટ છે. તેને એક શાનદાર બંગલો ખૂબ ઓછી કિમંત પર મળે છે. તો તે તેમા શિફ્ટ થઈ જાય છે. તેની પત્ની નમ્રતાને શક છે કે જરૂર કોઈ કારણ છે નહી તો આટલા મોટા બંગલાનું ભાડુ આટલુ ઓછુ કેમ ? પરંતુ તેનો પતિ તેની વાત નથી સાંભળતો. તરુણ અને નમ્રતાના બે બાળકો છે. દસ વર્ષનો પુત્ર નમન અને 6 વર્ષની પુત્રી નિમ્મી. નવા ઘરમાં ઘણી જગ્યા છે. તેથી બાળકો ખૂબ ખુશ છે. તમન વીડિયોગેમ રમવામાં અને ટીવી જોવામાં સમય ગાળે છે જ્યારે નિમ્મી આખા ઘરમાં ફરતી રહે છે.

P.R

એક દિવસ નિમ્મીને એક સુંદર ઢીંગલી મળે છે. ત્યારથી નિમ્મી પોતાના દરેક કામમાં 'શબ્બૂ'નુ નામ લેવા માંડે છે. બધાને લાગે છે કે તે પોતાની ઢીંગલીને આ નામથી બોલાવે છે. પણ એક દિવસ એક ખાલી સ્થાનની તરફ ઈશારો કરી નિમ્મી પોતાની અદ્રશ્ય દોસ્ત 'શબ્બૂ' સાથે બધાનો પરિચય કરાવે છે ત્યારે બધા આશ્ચર્ય પામે છે, પણ બધા મનમાં એવુ વિચારી લે છે કે નિમ્મી હજુ નાની છે અને આ તેની કલ્પના છે.

P.R

નિમ્મીની વાત સાંભળીને ઘરમાં કામ કરતો નોકર લક્ષ્મણ કહે છે કે નિમ્મીના જીવનમાં કોઈ આત્મા છે. તેની આ વાત સાંભળીને તરુણ તેને ખૂબ લડે છે. ત્યારબાદ ઘરમાં વિચિત્ર ઘટનાઓ ઘટવી શરૂ થાય છે. જુદા જુદા પ્રકારનો અવાજ આવે છે. દરવાજા તેની જાતે જ ખુલી જાય છે. આહટ સંભળાતી રહે છે. તરુણને લાગે છે કે આ બધુ લક્ષ્મણ કરી રહ્યો છે અને તે પોતાના ઘરમાં કૈમેરા લગાવી દે છે. આ દરમિયાન તે નિમ્મીને ડોક્ટર પાસે પણ લઈ જાય છે. તપાસ કરતા ડોક્ટર નિમ્મીને એકદમ તંદુરસ્ત બતાવે છે. તેઓ કહે છે કે ઘણીવાર બાળકો પોતાની તરફ બધાનું ધ્યાન ખેંચવા માટે આવી વાતો કરે છે.
P.R

તરુણ જ્યારે ફુટેજ ચેક કરે છે તો તેને ગડબડ લાગે છે. નિમ્મીનો વ્યવ્હાર પણ બદલાય જાય છે. તરુણ નક્કી કરી લે છે કે તે આ ઘર ખાલી કરી દેશે. પણ ઘરનો તો કોઈ બીજો જ પ્લાન છે. નિમ્મી ગાયબ થઈ જાય છે. તરુણ પાસે એક જ રસ્તો બચે છે કે એ આત્મા સાથે વાત કરવામાં આવે.