1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ 'રશ' ની સ્ટોરી

બેનર : પરસેપ્ટ પિક્ચર કંપની, શોમેન ઈંટરનેશનલ
નિર્દેશક : શમીન દલાઈ, પ્રિયંકા દેસાઈ
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : ઈમરાન હાશમી, સાગરિકા ચાટર્જી, નેહા ધૂપિયા, આદિત્ય પંચોલી
રજૂઆત તારીખ : 24 ઓક્ટોબર 2012
P.R

વર્ષ 2010માં શમીન દેસાઈએ ઈમરાન હાશમીનેલઈને 'રફ્તાર 24 બાય 7' નામની એક ફિલ્મ શરૂ કરી હતી, પણ 2010ના શરૂઆતમાં દુર્ભાગ્યવશ શમીનનુ મૃત્યુ થઈ ગયુ. બોલીવુડમાં એવુ માની લેવામાં આવ્યુ કે આ ફિલ્મ બંધ થઈ ગઈ કારણ કે નિર્દેશક ન રહેતા ફિલ્મ બનાવવી મુશ્કેલ કામ છે.

શમીનની પત્ની પ્રિયંકા દેસાઈએ હિમંત બતાવી અને આ ફિલ્મને ફરી શરૂ કરી. એક વાર ફરી નવેસરથી કલાકરો અની ટેકનીશિયનની ડેટ્સ એડજસ્ટ કરી બીજીવાર શૂટિંગ કરવુ સહેલુ નહોતુ. પરંતુ ફિલ્મના હીરો ઈમરાન હાશમીએ ફિલ્મને પૂરી કરવામાં વિશેષ રસ બતાવ્યો અને તેને કારણે જ આ ફિલ્મ 'રશ' નામથી 24 ઓક્ટોબરના રોજ રજૂ થવા જઈ રહી છે.


મીડિયા રાજનીતિ અપરાધ, અને રોમાંસની આસપાસ 'રશ'ની સ્ટોરી ફરે છે. ઈમરાન હાશમી આ ફિલ્મમાં એક પત્રકારના રોલમાં છે અને રોલ કર્યા પછી તેના દિલમાં પત્રકારો પ્રત્યે સન્માન વધી ગયુ છે. તેમણે કહ્યુ કે ખરેખર પત્રકારોનું કામ ખૂબ મુશ્કેલ હોય છે.
P.R

વાર્તામાં સેમ ગ્રોવર (ઈમરાન હાશમી) ની, જે પલ્સ 360 નામની ન્યૂઝ કોર્પોરેશનમાં કામ કરે છે. કોઈપણ સમાચારની મૂળમાં જઈને સત્ય સામે લાવુ એ તેની ખાસિયત છે. તેની ઓફિસ ગુડગાંવ હરિયાણામાં છે.


P.R

બાળપણના અનુભવ સૈમ માટે કડવાશ ભર્યા છે. તેના પિતા દારૂડિયા હતા અન મા તેને છોડીને જતી રહી હતી. પોતાની ગર્લફ્રેંડ અહાના શર્મા(સાગરિકા ઘાટગે) સાથે તે લિવ ઈન રિલેશનમાં છે. આહાના એક આર્ટિસ્ટ છે અને નવી દિલ્લીમાં એક આર્ટ ગેલેરી ચલાવે છે. અહાના મૂળરૂપે મુંબઈમાં રહેનારી છે.
P.R

સેમ એક ટોક શો કરે છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે. પણ સૈમને પલ્સ 360માંથી કાઢી નાખવામાં આવ્યો. ન્યૂઝ ચેનલ ક્રાઈમ 24ની હેડ લિસા કપૂર (નેહા ધૂપિયા) સૈમને ચેનલમાં નોકરી આપે છે. સૈમને ખૂબ વધુ પગાર, નવી બીએમડબલ્યુ અને શાનદાર ઘર મળે છે. લીસાની છબિ ખૂબ જ ખરાબ મહિલા તરીકેની છે. તે સૈમ પ્રત્યે આકર્ષાય છે.
]
P.R

સૈમની જીંદગીમાં ત્યારે ભૂચાલ આવી જાય છે જ્યારે તે એક મીડિયા ટાઈકૂન તેને એક કામ સોંપે છે. એ કામને સ્વીકારીને સૈમ એક ખતરનાક જાળમાં ફસાય જાય છે. 'રશ' દ્વારા એ બતાડવાનો પ્રયત્ન કરાયો છે કે મીડિયામાં ગ્લેમર, પૈસા અને તાકતનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.