1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By ભીકા શર્મા|

નવી ફિલ્મ : સ્ટુડેંટ ઓફ ધ ઈયર

બેનર : ધર્મા પ્રોડક્શનસ રેડ ચિલી એંટરટેનમેંટ
નિર્માતા : હીરા જૌહર, ગૌરી ખાન
નિર્દેશક : કરણ જોહર
સંગીત : વિશાલ-શેખર
કાજોલ : સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, અલિયા ભટ્ટ, ઋષિ કપૂર, મેહમાન કલાકાર : બોમન ઈરાની, ફરાહ ખાન, કાજો

રજૂઆત તારીખ : 19 ઓક્ટોબર 2012
P.R

સ્ટુડંટ ઓફ ધ ઈયર એવા પાત્રોની સ્ટોરી છે. જે મોટા થવાના ઉંબરે ઉભા છે. અભિમન્યુ સિંહ(સિદ્ધાર્થ મલ્હોત્રા), રોહન ભટ્ટ(વરુણ ધવન) અને શનાયા (આલિયા ભટ્ટ) પર આધારિત આ સ્ટોરી છે. આ બધા સેંટ ટેરેસા હાઈ સ્કૂલ દહેરાદૂનના વિદ્યાર્થીઓ છે.

P.R

અભિમન્યુ ઉફ અભિ મધ્યમવર્ગીય પરિવારનો છે. તેના સપના ઘણા ઉપર છે. બીજી બાજુ રોહન ઉર્ફ રો ના પિતા ખૂબ જ શ્રીમંત છે, પણ પિતા સાથે તેનુ બનતુ નથી. અભિ અને રો ની નજર સ્ટુડંટ ઓફ ધ ઈયરની ટ્રોફી પર છે.

P.R

અભિ અને રો એકબીજાના પ્રતિદ્વંદી છે. ફુટબોલનું મેદાન હોય કે કેંટીન તેઓ એવી કોઈ તક નથી છોડતા જ્યા તેઓ એકબીજાની સામે પોતાની જાતને બેસ્ટ સાબિત કરવાની તક મળી હોય. તેઓ એકબીજા સાથે જાની દુશ્મન જેવો વ્યવ્હાર કરે છે.
P.R

અચાનક એક દિવસ બધી વાતો ભૂલીને તેઓ બંને મિત્રો બની જાય છે, પણ આ મૈત્રી ત્યાં સુધી જ રહે છે જ્યા સુધી શનાયા તેમની વચ્ચે નથી આવતી. શનાયા આખી શાળામાં સૌથી લોકપ્રિય છોકરી છે. એ અને રો એકબીજાને બાળપણથી જાણે છે.
P.R

શનાયાની તરફ અભિ આકર્ષિત થાય છે અને શનાયા તરફથી પણ તેને પોઝીટિવ રિસપોંસ મળે છે. તેનાથી રો ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે. બંને ફરીથી એકબીજાના દુશ્મન થઈ જાય છે. છેવટે બંનેની વચ્ચે સ્ટુડેંટ ઓફ ધ ઈયરની ટ્રોફીનો કબજો જમાવવા માટે હરીફાઈ શરૂ થાય છે. દોસ્તી, દુશ્મની, વફાદારી, પ્રેમ, નફરત અને ક્ષણ ક્ષણ બદલતા સમીકરણ વચ્ચે કોણ બનશે સ્ટુડેંટ ઓફ ધ ઈયર બને છે તેનો જવાબ મળશે ફિલ્મમાં.