શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

મેરે બાપ પહેલે આપ

P.R
નિર્માતા : રમન મારુ - કેતન મારુ - માનસી મારુ
નિર્દેશક : પ્રિય દર્શન
સંગીત : વિદ્યાસાગ
કલાકાર : અક્ષય ખન્ના, પરેશ રાવલ, જેનેલિયા ડિસૂજા, મનોજ જોશી, ઓમપુરી, રાજપાલ યાદવ, શોભના

જનાર્દન વિશ્વંમ્ભર રાણે (પરેશ રાવળ)એ પોતાની જીંદગીના કિમંતી વર્ષો પોતાના બાળકોને મોટા કરવામાં ખર્ચી નાખ્યા. જનાર્દનની પત્ની પોતાના બાળકો ચિરાગ(મનોજ જોશી) અને ગૌરવ (અક્ષય ખન્ના)ને તે સમયે છોડીને જતી રહી જ્યારે આ બંને નાના હતા.

P.R
જનાર્દને તેમને માતા-પિતાનો પ્રેમ આપીને મોટા કર્યા. ચિરાગ અને ગૌરવે પોતાના પિતાનો વેપાર સંભાળી લીધો. બંને પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે, ખાસ કરીને ગૌરવ. તે પોતાના પિતાને પોતાના પુત્રની જેમ સમજે છે. તેમણે લડે છે, બીવડાવે છે, અને જરૂર પડે તો તાળુ લગાવીને બંધ કરી દે છે.

ગૌરવને પોતાના પિતાજીના મિત્ર માથુર (ઓમપુરી)બિલકુલ પસંદ નથી. માધવના છુટાછેડા થઈ ચૂક્યા છે. અને તે બીજા લગ્ન કરવાના મૂડમાં છે. તે પોતાને માટે છોકરી શોધી રહ્યો છે અને મોટાભાગે છોકરી પસંદ કરવા જનાર્દનને લઈ જાય છે. કેટલીયવાર તેઓ મુસીબતમાં ફસાયા છે અને ગૌરવે તેમને શરમજનક પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા છે.

ગૌરવને એકદમ જ એક છોકરીના ફોન આવવાના શરૂ થઈ જાય છે, જે તેની સાથે મજાક કરે છે. ગૌરવ તે છોકરીને શોધી કાઢે છે. તે બીજી કોઈ નહી પણ શિખા(જેનેલિયા ડિસૂજા) છે, જે તેની સાથે કોલેજમાં ભણતી હતી. શિખા પોતાની ગાર્જિયન અનુરાધા (શોભના)ની સાથે રહે છે. અનુરાધા જનાર્દનનો પહેલો પ્રેમ છે.
P.R

ગૌરવ અને શિખાની મુલાકાતો વધતી જાય છે અને સંજોગાવાત એક દિવસ અનુરાધા અને જનાર્દન પણ સામ સામે આવી જાય છે. તેમના હાવભાવ જોઈને ગૌરવ અને શિખાને તેમના વિશે શંકા જાગે છે.

જ્યારે ગૌરવને પોતાના પિતાના પ્રેમ વિશે ખબર પડે છે તો તે પોતાના પિતાનુ અનુરાધા સાથે લગ્ન કરાવવાનુ નક્કી કરે છે. આ સહેલુ નહોતુ. તેમના રસ્તામાં કેટલાય કાઁટા હતા. કેવી રીતે તે આ મુશ્કેલીઓને દૂર કરે છે, તે દર્શકોને રમૂજી દ્રશ્યો સાથે બતાવવામાં આવ્યુ છે.