1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ક્રેજી 4 : ક્રેજી કોણ ?

IFM
નિર્માતા : રાકેશ રોશન
નિર્દેશક : જયદીપ સેન
સંગીત : રાજેશ રોશન
કલાકાર : અરશદ વારસી, ઈરફાન ખાન, રાજપાલ યાદવ, સુરેશ મેનન, જૂહી ચાવલા, દીયા મિર્જા, જાકિર હુસૈન, રજત કપૂર.

રાજેશ રોશનને પોતાને પોતે લખેલી વાર્તા પર ભરોસો નહોતો. તેથી તેમણે 'ક્રેજી 4'ને નિર્દેશિત કરવાની જવાબદારી જયદીપ સેનને સોંપી, આ ફિલ્મનો સાર એ છે કે પાગલો દુનિયાને લાયક નથી, પણ દુનિયા પાગલોને લાયક છે.

ચાર ક્રેજી પાત્રો છે, જે કદી ખૂબ જ સમજદાર લાગે છે તો કદી એકદમ પાગલ, રાજા (અરશદ વારસી) ખૂબ જ ગુસ્સાવાળો છે. કોઈએ સિગરેટનો ધુમાડો તેના મોઢા પર છોડ્યો તો તે તેને થપ્પડ મારી દેશે. હવે તમે બતાવો કે તે કંઈ દ્રષ્ટિએ પાગલ કહેવાય ? તેને તમે હિંસક જરૂર કહી શકો છો. લોકો તો આટલી વાત પર ખૂન કરી નાખે છે, પણ તેમને ગાંડાના હોસ્પિટલમાં નહી પણ જેલમાં મોકલવામાં આવે છે.

ડો. મુખર્જી(ઈરફાન ખાન) સફાઈ પસંદ છે અને ડબ્બૂ(સુરેશ મેનન)તો એક પણ એવી હરકત નથી કરતો કે તેણે ગાંડો કહી શકાય. ગંગાધર(રાજપાલ યાદવ)ને જરૂર માનસિક રોગી કહી શકાય છે, જે વર્તમાનની જગ્યાએ ભૂતકાળમાં જ ફરતો રહે છે.

આ બધાની સારવાર કરે છે ડો. સોનાલી (જૂહી ચાવલા) સોનાલી આ બધાને 15 ઓગસ્ટના દિવસે ભારત અને ઈગ્લેંડની વચ્ચેની ક્રિકેટ મેચ બતાડવા લઈ જાય છે. તે દરમિયાન ભારતમાં વરસાદની સીઝન હોવાથી મેચ નથી રમાતી.

ડોક્ટર સોનાલીનુ રસ્તામાંથી અપહરણ થઈ જાય છે. કારમાં બેસેલા ક્રેજી 4 થોડીવાર રાહ જોયા પછી શહેરમાં ફરવા નીકળી જાય છે. કેવી રીતે સોનાલીને બચાવે છે એ આ ફિલ્મનો સાર છે.

ફિલ્મની વાર્તામાં કોઈ નવીનતા નથી. આગળ શુ થવાનુ છે તે બધાને ખબર હોય છે. જરૂર હતી દમદાર પટકથાની. પરંતુ તે પણ નબળી છે. 'ક્રેજી' લોકોના નામમાં હાસ્યની શક્યતા હતી, ફિલ્મના કલાકાર પણ સારા હતા, પણ તેમનો પૂરતો ઉપયોગ નથી થયો. ફિલ્મ હસાવે તો છે પણ ટુકડાઓમાં.

મધ્યાંતર પહેલાનો ભાગ પાછળના ભાગ કરતા સારો છે. મધ્યાંતર પછી ફિલ્મ વેખરાઈ જાય છે. ગંગાઘરના બહાને દેશભક્તિની ભાવનાઓ પણ ઉત્પન્ન કરવામાં આવી છે અને શોપિંગ મોલમાં 'જન ગણ મન' ગાતી બાળકીનુ દ્રશ્ય શ્રેષ્ઠ છે.

ફિલ્મનુ આકર્ષણ વધારવા ત્રણ ત્રણ આયટમ ગીત મૂક્યા છે. રાખી સાવંતે તમામ લટકા - ઝટકા બતાવ્યા છે, પણ તે કોઈપણ એંગલથી સુંદર નથી લાગતી. તેના પર ફિલ્માંકન કરાયેલુ ગીત ઘોંઘાટથી ભરેલુ છે.

કિંગ ખાન શાહરૂખ પર ફિલ્માયેલુ ગીત ઋત્વિકનુ ગીત જોતાં પહેલા સારુ લાગે છે, ઋત્વિકના ડાંસ આગળ શાહરૂખનો ડાંસ એકદમ ફીક્કો લાગે છે.
P.R

આ ઋત્વિકના ડાંસની જ કમાલ છે કે તેમના પર રજૂ થયેલુ ગીત ફિલ્મના અંતમા છે, જ્યારે દર્શકોને ઘરે જવાની ઉતાવળ હોય છે. પણ ઋત્વિકના ડાંસને કારણે બધા તે ગીતને જોયા પછી જ સિનેમાઘરની બહાર નીકળે છે.

નિર્દેશક જયદીપ સેન પોતાના સંસાધનોનો પૂરતો ઉપયોગ ન કરી શક્યા. તેમણે વાર્તા પણ દમદાર ન મળી. અશ્વિન ધીરના સંવાદ તેમની પટકથા જેવા જ છે.

અરશદ વારસી જરૂર કરતા વધુ ગુસ્સો કરતા જોવા મળ્યા. ઈરફાનને તેમની યોગ્યતા મુજબનુ પાત્ર ન મળ્યુ. રાજપાલ યાદવે દર્શકોને હસાવ્યા. સુરેશ મેનને આખી ફિલ્મમાં એક બે જ સંવાદો બોલ્યા. જૂહી ચાવલાની ભૂમિકા નાની હતી, જેને તેમણે સારી રીતે નિભાવી. દીયા મિર્જા પણ થોડાક દ્રશ્યોમાં જ જોવા મળી.

રાકેશ રોશને જે ગીતની ધૂન બનાવી છે તે સાંભળવા લાયક નથી અને જે સાંભળવા લાયક છે તેણે કોણે બનાવ્યુ છે તે બધાને ખબર પડી ગઈ છે. જાણવા મળ્યુ છે કે એક કરોડનો ફટકો પડ્યો છે.

ક્રેજી 4 ની સૌથી ખાસ વાત એ છે કે આ માત્ર બે કલાક અને થોડાક મિનિટોની ફિલ્મ છે હસીને ભૂલી જવી હોય તો આ ફિલ્મ જોવાનુ જોખમ ઉઠાવી શકો છો.