અજબ પ્રેમ કી ગજબ કહાની : હાસ્યનો ખજાનો

વેબ દુનિયા|

IFM
નિર્માતા : રમેશ એસ. તૌરાની
નિર્દેશક : રાજકુમાર સંતોષી
સંગીત : પ્રીતમ
કલાકાર : રણબીર કપૂર, કેટરીના કેફ, ઉપેન પટેલ, દર્શન જરીવાલા, ગોવિંદ નામદેવ, સ્મિતા જયકર, જાકિર હુસૈન, સલમાન ખાન(વિશેષ ભૂમિકા)

'અંદાજ અપના અપના'જેવી કોમેડી ફિલ્મ બનાવ્યાના વર્ષો પછી નિર્દેશક રાજકુમાર સંતોષી 'અજબ પ્રેમ કી ગજબ કહાની' દ્વારા ફરી કોમેડી તરફ પાછા ફર્યા છે. એક વાર ફરી તેમણે સાબિત કરી બતાવ્યુ કે તેઓ સારી કોમેડી ફિલ્મ બનાવી શકે છે. 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં દર્શકો દ્વારા હસવાનુ પ્રથમ રીલથી ચાલુ થાય છે અને તે ફિલ્મની અંતિમ રીલ સુધી ચાલે છે. ફિલ્મ પુરી થયા પછી પણ દર્શક હસતા હસતા સિનેમાઘરની બહાર નીકળે છે.
9મુ ફેલ, બેકાર બેસી રહેનારો અને જ્યારે લાગણીશીલ થઈ જાય તો અટકી અટકીને બોલનારો પ્રેમ (રણબીર કપૂર)હેપ્પી ક્લબનો પ્રેસીડેંટ છે. આ ક્લબમાં તેના જેવા કેટલાક વધુ છોકરાઓ, જે પોતાના પિતાજીઓના ફટકારથી બચવા માટે ટાઈમ પાસ કરવા આ ક્લબમાં આવે છે. હેપ્પી ક્લબના સભ્યો એ છોકરા-છોકરીઓને એક કરવાની કોશિશ કરે છે જે પરસ્પર પ્રેમ કરે છે. જે માટે તેઓ છોકરીનુ અપહરણ પણ કરી લે છે. પ્રેમની મુલાકાત જેની (કેટરીના કેફ) સાથે થાય છે જે તેને અપહરણકાર સમજી લે છે. પાછળથી તેની ગેરસમજ દૂર થાય છે. જેની પણ લાગણીશીલ થતા અટકી અટકીને બોલે છે.
પ્રેમના દિલને જેની ગમી જાય છે. જેનીનુ એ વર્ણન કરે છે. 'બાલ સિલ્કી, ગાલ મિલ્કી , અરે યે તો વેનિલા આઈસ્ક્રીમ હૈ. પ્રેમ તેને ચાહે છે પરંતુ જેની તેને માત્ર દોસ્ત સમજે છે. જેનીના મનમાં રાહુલ (ઉપેન પટેલ) વસેલો છે. રાહુલના માતા-પિતા પોતાના પુત્ર અને જેનીની લગ્ન વિરુધ્ધ છે. આ બાબતે સાચો પ્રેમી બની પ્રેમ જેની અને રાહુલની મદદ કરે છે. થોડા નાટકીય દ્રશ્ય થાય છે, થોડો હંગામો થાય છે અને છેવટે જેની પ્રેમની થઈ જાય છે.
IFM
ફિલ્મની વાર્તામાં નવુ કંઈ જ નથી હજારો વખત આપણે આ પ્રકારની વાર્તા જોઈ ચૂક્યા છે. પરંતુ આ ફિલ્મને જે હિટ બનાવે છે એ છે તેની રજૂઆત. સ્ક્રીનપ્લે એવી રીતે બનાવ્યુ છે કે હસવુ રોકી જ નથી શકાતુ. એક દ્રશ્યને જોઈને હસતા થમતા પહેલા તો બીજુ દ્ર્શ્ય આવી જાય છે. કોમેડીનુ સ્તર આખી ફિલ્મમાં સમાંતર છે. કોમેડી માટે દ્ર્શ્ય બનાવ્યા નથી કે ન તો તેમા ઠૂસવામાં આવ્યા છે. પરંતુ વાર્તા હળવા દ્ર્શ્યોથી આગળ વધે છે.
ફિલ્મમાં ઘણા મજેદાર દ્રશ્યો છે. રણબીરના ચર્ચમાં પ્રાર્થના કરવી, રણબીર અને તેના પિતાના વચ્ચેની હળવી લડાઈ, રણબીરનુ નોકરી પર જવુ. સલમાન ખાનવાળો પ્રસંગ, પાર્ટીવાળુ દ્રશ્ય, ક્લાઈમેક્સ સીન.

નિર્દેશક રાજકુમાર સંતોષીએ રોમાંસ અને કોમેડીનુ સંતુલન બનાવી રાખ્યુ છે અને હાસ્ય ને અશ્લીલતાથી દૂર રાખી છે. 80ના દશકમાં બનનારી ફિલ્મોનો ટચ આમા જોવા મળ્યો છે. તેમણે કંઈક નવુ કરવાને બદલે એ ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવી છે કે દર્શકોને શુ ગમે છે અને એ જ વાત તેમણે વારંવાર કહી છે. ઉપરાંત તેમણે પોતાના કલાકારો પાસેથી ઉત્તમ અભિનય કરાવડાવ્યો છે. રણબીરનુ પાત્ર એ રીતે રજૂ કર્યુ છે કે દર્શકો તેની સાથે જોડાય છે. ફિલ્મની વાર્તામાં કેટલીક કમીઓ છે, પરંતુ હાસ્ય હેઠળ એ દબાય જાય છે.
રણબીર કપૂર અને કેટરીના કેફની કેમેસ્ટ્રી ગજબની છે બંને આ સમયે યુવાનોના પ્રિય છે અને આવનારા દિવસોમાં આ એક સફળ જોડી સાબિત થઈ શકે છે. રણબીરે પ્રેમના પાત્રને સારી રીતે ભજવ્યુ છે. કોમેડી કરતી વખતે તેઓ લાઉડ નથી થયા અને ન તો તેમણે વિવિધ ચહેરા બનાવી દર્શકોને હસાવવાની કોશિશ કરી. દર્શકો હવે તેમને ખૂબ પસંદ કરવા માંડ્યા છે અને તેમણે સુપરસ્ટાર્સની ઉંધ ઉડાવવાની શરૂ કરી નાખી છે.
કેટરીના હવે માત્ર સુંદર ઢીંગલી જ નથી રહી પરંતુ અભિનય પણ કરવા માંડી છે. રણબીરના પિતાના રૂપમાં દર્શન જરીવાલોનો અભિન્ય જોરદાર છે. મહેમાન કલાકારોના રૂપમાં સલમાન દર્શકોને ખુશ કરી દે છે. ઉપેન પટેલ અભિનયના નામે મોં બનાવે છે પરંતુ સંતોષીએ તેમની નબળાઈઓને ખૂબીમાં બદલી નાખી છે.

પ્રીતમ દ્વારા સંગીતબધ્ધ કેટલાક ગીતો સારા છે તો કેટલાક ખરાબ. 'તેરા હોને લગા હૂ, તુ જાને ના' અને 'પ્રેમ કી નૈયા' સારા બની પડ્યા છે.
ટૂંકમાં 'અજબ પ્રેમ કી ગજબ કહાની' બાળકો, વૃધ્ધ અને યુવાનો સર્વને ગમશે.


આ પણ વાંચો :