ઓલ ધ બેસ્ટ : ફિલ્મ સમીક્ષા

વેબ દુનિયા|

IFM
બેનર : ફિલ્મ્સ
નિર્માતા : અજય દેવગન
નિર્દેશક : રોહિત શેટ્ટી
ગીતકાર : કુમાર
સંગીતકાર : પ્રીતમ
કલાકાર : અજય દેવગન, બિપાશા બાસુ, ખાન, સંજય દત્ત, મુગ્ધા ગોડસે, અસરાની, મુકેશ તિવારી, જોની લીવર, સંજય મિશ્રા.
રેટિંગ - 2/5

'ગોલમાલ' અને 'ગોલમાલ રિટર્ન'ની સફળતા પછી રોહિત શેટ્ટી એ ભ્રમનો શિકર થઈ ગયા છે જે ઘણા ફિલ્મકારોને બરબાદ કરી ગયો. રોહિતને લાગવા માંડ્યુ કે તેણે સફળતાનો ફોર્મૂલા મળી ગયો છે. જેનુ પરિણામ 'ઓલ ધ બેસ્ટ'માં જોવા મળ્યુ છે. આ ફિલ્મમાં નવુ કશુ જ નથી.

'મિસ્ટેકન આઈડેંટિટી'ને લઈને ઘણી હાસ્ય ફિલ્મ બની છે અને આ થીમ 'ઓલ ધ બેસ્ટ'ની પણ છે, પરંતુ આ ફિલ્મના હાસ્યની એ ધાર નથી જે આખી ફિલ્મમાં દર્શકોને હસવા મજબૂર કરી દે.
IFM
વીર(ફરદીન ખાન) વિદેશમાં રહેનારા પોતાના સાવકા ભાઈ ધરમ કપૂર (સંજય દત્ત)દ્વારા મોકલાવેલી પોકેટમનીથી મદદથી જીવન વિતાવે છે. પોકેટમનીમાં વધારો કરવા માટે એ ખોટુ બોલે છે કે તેણે પોતાની ગર્લફ્રેંડ વિદ્યા(મુગ્ધા ગોડસે) સાથે લગ્ન કરી લીધા છે. વીરને ખોટુ બોલવામાં પ્રેમ ચોપડા(અજય દેવગન)તેની મદદ કરે છે. અજયની પત્ની જાહ્નવી(બિપાશા) એક તૂટેલુ-ફૂટેલુ જીમ ચલાવે છે.
એક દિવસ અચાનક વીરને ઘરે ધરમ આવી જાય છે. અસત્યને સત્ય સાબિત કરવાના ચક્કરમાં એ જાહ્નવીને વિદ્યા બનાવી દે છે. ત્યારબાદ શરૂ થાય છે ખોટુ સંતાડવાના પ્રયાસો શરૂ થાય છે જે ફિલ્મના અંત સુધી ચાલે છે.

'રાઈટ બૈડૅ, રોંગ હસબંડ'થી પ્રેરિત 'ઓલ ધ બેસ્ટ' સિંગલ ટ્રેક પર ચાલે છે. આખી ફિલ્મમાં પ્રેમ અને વેર, ધરમની આગળ સાબિત કરવામાં લાગ્યા છે કે જાહ્નવી જ વિદ્યા છે. ફિલ્મમાં ઘણા પાત્રો આવે છે, જેનાથી ઘણીવાર પ્રેમ અને વીરને પોલ ખુલતા ખુલતા રહી જાય છે. જુદા જુદા બહાના બનાવીને તેઓ ધરમને ઉલ્લુ બનાવે છે. બે-ત્રણ વાર તો આ બહાના સારા લાગે છે પણ વારંવાર જોઈને બોર થઈ જવાય છે.
આટલો મોટો બિઝનેસ મેન ધરમ શુ આટલો નાસમજ છે કે આટલી અમથી વાત નથી સમજી શકતો. ધરમ આગળ પ્રેમ અને વિક્રમની પોલ ખોલનારો પ્રસંગ થોડો રોચક રાખવો જોઈતો હતો. પરંતુ તેને પણ એક સામાન્ય સીન બનાવી દીધો. ફિલ્મના એંડ પર પણ ધ્યાન આપવામાં નથી આવ્યુ.

નિર્દેશક રોહિત શેટ્ટીએ દરેક સીનમાં હાસ્ય લાવવાના પ્રયત્નો કર્યા છે. કલાકારો પાસેથી મો મચકોડાવ્યા, અવળી હરકતો કરાવડાવી, પરંતુ વાત ન બની.
IFM
ફિલ્મના બધા ટોચના કલાકાર કોમેડી બાબતે નબળા માનવામાં આવે છે, તેથી પણ ફિલ્મનો પ્રભાવ ઓછો થઈ ગયો. દરેક કલાકાર પાસેથી લાઉડ એક્ટિંગ કાર્યવાહી કરાવડાવી છે. અજય દેવગન, ફરદીન, બિપાશા, સંજય દત્તનો અભિનય તો ઠીક રહ્યો કહી શકાય. મુગ્ધા પોતાની અભિનય ક્ષમતા ન બતાવી શકી. જોની લીવર, સંજય મિશ્રા અને અસરાનીનુ કામ શ્રેષ્ઠ છે. ફિલ્મનુ સંગીત અને બેકગ્રાઉંડ મ્યુઝિક ઘોંઘાટવાળુ છે.
ટૂંકમા 'ઓલ ધ બેસ્ટ' સરેરાશ ફિલ્મ છે.


આ પણ વાંચો :