બ્લૂ : પાણીમાં ડૂબાડવા લાયક

વેબ દુનિયા|

IFM
બેનર : શ્રી અષ્ટવિનાયક સિને વિઝન લિમિટે
નિર્માતા : ઢિલિન મહેતા
નિર્દેશક - એંથોની ડિસૂજા
સંગીત : એ. આર. રહેમાન
કલાકાર : અક્ષય કુમાર, સંજય દત્ત, લારા દત્તા, જાયદ ખાન, રાહુલ દેવ, કાઈલી મિનાંગ, કેટરીના કેફ (વિશેષ ભૂમિકા)
રેટિંગ 1/5

આ વાત હજાર વાર કહેવામાં આવી છે કે ફિલ્મ બનાવતી વખેત હંમેશા સૌથી વધુ ધ્યાન વાર્તા અને સ્ક્રીનપ્લે પર આપવુ જોઈએ. કારણ કે આ કોઈ પણ ફિલ્મની સફળતાનો મુખ્ય આધાર હોય છે.

મોટા ફિલ્મ સ્ટાર્સ સાઈન કરવાથી, સ્ટંટ અને ગીતોથી પાણીની અંદર કે આકાશમાં કરોડો રૂપિયા ખર્ચ કરી ફિલ્માવેલા દ્રશ્યોથી કશુ જ નથી થતુ. પરંતુ આ બુનિયાદી વાત અત્યાર સુધી કોઈ લોકોને સમજાતી નથી.
કરોડો રૂપિયાના ખર્ચ પર બનાવેલ 'બ્લૂ' આનુ તાજુ ઉદાહરણ છે. પૈસા એના પર ખર્ચ કરવામાં આવે જ્યા બચાવી શકાતો હતો અને ત્યાં બચાવ્યો જ્યા ખર્ચ કરવો જોઈતો હતો. એક સારી વાર્તા તેની સાથે સંકળાયેલા નિર્માતા-નિર્દેશક ન શોધી શક્યા.

વર્ષો પહેલા ખજાનાથી લદાયેલુ એક જહાજ ડૂબી ગયુ હતુ. આરવ (અક્ષય કુમાર)તેને શોધીને શ્રીમંત બનવા માંગે છે. આ કામમાં તેને સાગર (સંજય દત્ત)ની મદદ જોઈએ, જે તેને માતે કામ કરે છે. સાગર એ માટે તૈયાર નથી. બાળપણમાં સાગર અને તેના પિતાએ એ ડૂબેલા જહાજને શોધી લીધુ હતુ, પરંતુ સાગરની ભૂલથી તેના પિતાનુ મૃત્યુ થઈ ગયુ હતુ. સાગર એ આધાતથી બહાર ન આવી શક્યો. સાગરનો એક ભાઈ સૈમ(જાયદ ખાન) છે, જેને રિસ્ક લેવાનો નશો છે. ગેરકાયદેસર કામ દરમિયાન એ ફંસાય જાય છે અને કેટલાક લોકો તેના જીવના દુશ્મન બની જાય છે. તેઓ તેની પાસે પૈસા માંગે છે. પોતાના ભાઈને મુસીબતમાં જોઈએ આરવની વાત સાગર માની લે છે અને તે એ છુપા ખજાનાને શોધવા નીકળે છે. છેવટે એ રહસ્ય બહાર પડે છે કે સૈમને ફસાવવા પાછળ આરવનો જ હાથ હતો, જેથી સાગર ખજાનાની શોધ કાઢવામાં તેની મદદ કરે.
IFM
આ વાત એવી છે, જેને કોઈ પણ લખી શકે છે. છતા આ વાર્તાને નિર્દેશક એંથની ડિસૂઝા સ્ક્રીન પર મનોરંજક રૂપે રજૂ ન કરી શક્યા. અક્ષય કુમાર સુપર સ્ટાર છે, પરંતુ અંત સુધી તેના રોલમાં કોઈ દમ ન લાગ્યો. જ્યારે તેનુ રહસ્ય ખુલે છે ત્યારે દર્શકોને બિલકુલ નવાઈ નથી લાગતી કારણ કે ફિલ્મમાં વચ્ચે જ તેમને સમજાય જાય છે કે સંજય દત્તને ફસાવનારો અક્ષય જ છે.
અક્ષયના પાત્રને રહસ્યના પડદાં પાછળ છિપાવવાનો કોઈ મતલબ જ નથી. અક્ષયને જો શરૂઆતથી જ ખલનાયક બતાવવામાં આવતો તો વધુ સારુ થતુ, જેને કારણે દર્શકોની સહાનુભૂતિ સંજય દત્તની સાથે રહેતી અને અક્ષયને પણ કંઈક કરી બતાવવાની તક મળતી.

ફિલ્મનો અંત પણ પોતાની રીતે મુકવામાં આવ્યો. છેવટે જે વાતો બતાવવામાં આવી છે તેને સાંભળી દર્શકો હંસે છે. ફિલ્મનુ લેખન એટલુ કમજોર છે કે લેખક એવા દ્રશ્યો ન રચી શક્યા જેનાથી ખબર પડે કે ખલનાયક કોણ છે. અક્ષયને બધુ જ પોતાના મોઢા વડે કહેવુ પડે છે.
એંથોની ડિસૂઝાએ બધુ ધ્યાન સ્ટાઈલ પર મુક્યુ છે. એક્ દ્રશ્યમાં સંજય દત્તના ઘરે ગુંડા હુમલો કરે છે. સંજૂ બાબા પહેલા રંગીન ચશ્મા પહેરે છે, પછી લડવા જાય છે. બાઈક ચેંજિંગ સીન પણ બળજબરીથી ઠૂંસવામાં આવ્યો છે. ખજાનાની શોધમાં જે રોમાંચ હોવો જોઈએ એ ફિલ્મમાં ના બરાબર છે.

ફિલ્મના પ્રચારમાં અંડર વોટર એક્શનની ઘણી વાત કરવામાં આવી છે, પરંતુ આ ખાસિયત ફિલ્મમાં ક્યાય જોવા નથી મળી. સમુદ્રની અંદર જે દ્રશ્ય બતાડવામાં આવ્યા, એવા દ્રશ્ય દર્શક ટીવી પર ઘણીવાર જોઈ ચૂક્યા છે.
ફિલ્મનુ સંગીત સારુ છે અને 'આજ દિલ, ચિંગી વિંગી' અને 'ફિકરાના' પ્રસિધ્ધ થઈ ચૂક્યા છે. આમનુ ફિલ્માંકન ભવ્ય રીતે કરવામાં આવ્યુ છે.

સંજય દત્તને આ ફિલ્મમાં લેવો એ એક મોટી ભૂલ છે. દરેક બાજુથી જાડા થઈ ગયેલા સંજય દત્તનુ હવે તો પેટ પણ બહાર દેખાય છે. બોક્સિંગ પણ તેમણે જેકેટ પહેરીને કરવુ પડ્યુ. લારાની સાથે તેમનો પ્રેમ પ્રસંગનુ દ્રશ્ય અટપટા લાગ્યા. અભિનય પણ તેમણે કમને કર્યો છે.
IFM
અક્ષય કુમારનો અભિનય સારો છે,પરંતુ તેની જે સ્ટાર વેલ્યૂ છે, તેની સાથે તેમનુ પાત્ર ન્યાય નથી કરી શકતો. લારા દત્તાએ સમુદ્રના અંદર ગોતા લગાવીને પોતાની કાયાનુ પ્રદર્શન કર્યુ. અભિનયના નામે તેમની પાસે કશુ જ નહોતુ. કેટરીના કેફ અને કબીર બેદી સંક્ષિપ્ત રોલમાં જોવા મળશે. રાહુલ દેવ પ્રભાવિત કરે છે.
ફિલ્મમાં એક સંવાદ છે 'છોકરીના દિલ પર, સમુદ્રની માછલી પર અને કરંસીના નોટ પર કોઈનુ નામ નથી લખેલુ હોતુ, જેના હાથમાં આવી જાય તેની જ થઈ જાય છે.' એવી જ રીતે આપણે પણ કહી શકાય છે કે ખરાબ ફિલ્મની ટિકીટ પણ જેના હાથ લાગે છે તેને તેની કિમંત ચુકવવી પડે છે.


આ પણ વાંચો :