'હાઈજેક' ફિલ્મના નામથી જ સ્પષ્ટ થઈ જાય છે કે કેવા પ્રકારની વાર્તા આપણને ફિલ્મમાં જોવા મળશે. આ વાર્તાથી વધુ તેની રજૂઆત મહત્વની બની જાય છે. એક ઘટના પર ફિલ્મ બનાવવી સરળ નથી. દર્શકોને બાંધીન રાખવા પડે છે. પટકથા રોમાંચક અને એકદમ ટાઈટ હોવી જોઈએ. 'હાઈજેક' માં પણ રોમાંચ છે, પરંતુ આવી તકો ઓછી આવે છે, સાથે સાથે ખાસ સમયે જ ફિલ્મની વાર્તા નબળી પડી જાય છે.
વાર્તા છે વિક્રમ (શાઈની આહૂજા)ની, જે ચંદીગઢ એયરપોર્ટ પર મેંટનંસ ઓફિસર છે. વિક્રમ પોતાની પત્નીને ગુમાવી ચૂક્યો છે અને તેની જીંદગી પોતાની પુત્રીની આસપાસ જ ફરે છે. તેની પુત્રી દિલ્લીથી અમૃતસર જવા માટે જે વિમાનમાં બેસે છે એ વિમાનનું અપહરણ થઈ જાય છે.
IFM
આતંકવાદી વિમાનને દુબઈ લઈ જવા માંગે છે. પણ વિમાનમાં એટલુ ઈંધણ નથી હોતુ તેથી તે ચંદીગઢ એયરપોર્ટ પર ઉતારવામાં આવે છે. આતંકવાદીઓ ઈચ્છે છે કે તેમના સાથી (કે કે રૈના)ને છોડી દેવામાં આવે અને આ વિશે તે સરકાર સાથે વાત કરે છે.
વિક્રમ પોતાની પુત્રીને લઈને ચિંતિત થઈ જાય છે ચંડીગઢ એયરપોર્ટ પર વિમાન ઉતરવાથી તેને વિમાનમાં ધૂસવાની તક મળી જાય છે. વિમાનમાં ધૂસીને તે બે આતંકવાદીઓને મારી નાખે છે. આ કામમાં તેની મદદ એયરહોસ્ટેસ સાયરા (ઈશા દેઓલ) કરે છે.
કે. કે ને મુક્ત કરી દેવામાં આવે છે અને તે હાઈજેક કરવામાં આવેલ વિમાનમાં ચઢી જાય છે. બચેલા આતંકવાદીઓ સાથે વિક્રમ લડે છે આ જ ફિલ્મનો ક્લાયમેક્સ છે.
કુણાલ શિવદાસાનીએ ફિલ્મના નિર્દેશનની સાથે લેખકના રૂપે બેવડી જવાબદારી નિભાવી છે. એક નિર્દેશકના રૂપમાં ઓછુ બજેટ હોવા છતાં તેમણે સારું કામ કર્યુ છે. વાર્તાને પડદાં પર સારી રીતે રજૂ કરવામાં આવી છે. પરંતુ લેખકના રૂપમાં જો તેઓ થોડી ઘટનાઓને વિશ્વસનીય રીતે રજૂ કરતા તો ફિલ્મનો પ્રભાવ વધુ પડી શકતો હતો.
એયરપોર્ટ પર હાઈજેક વિમાન ઉભુ છે, જેના પર સૌની નજર છે. આ વિમાનમાં વિક્રમનુ સરળતાથી ધૂસી જવુ એ વાત હજમ નથી થતી. વિક્રમ ખૂબ જ સહેલાઈથી અંદર પ્રવેશ મેળવી લે છે. તેની જાણ ન તો આતંકવાદીઓને થાય છે કે ન તો પોલીસને. વિમાનની અંદર વિક્રમ બે આતંકવાદીઓને મારી નાખે છે, જેને બીજા આતંકવાદીઓ ગંભીરતાથી લેતા નથી, જ્યારેકે તેમને ખૂબ જ ક્રૂર બતાવવામાં આવ્યા છે. ફિલ્મનો અંત પણ થોડો વધુ ફિલ્મી થઈ ગયો છે.
IFM
ફિલ્મની વાર્તા એક મોટા સ્ટારની માંગ કરે છે, પરંતુ બજેટ ઓછુ હોવાને કારણે શાઈની આહુજાથી કામ ચાલી ગયુ છે. શાઈનીએ તેમનાથી જેટલો સારો અભિનય થઈ શકતો હતો તેટલો કર્યો. ઈશા દેઓલને તેમના નામ મુજબનુ ફુટેજ નથી મળ્યુ. આ જ હાલ શાઈનીની પત્ની બનેલ કાવેરી ઝા નો રહ્યા છે. આતંકવાદી બનેલ કેકે રૈના, સત્યજીત અને મુશ્તાક કાકનો અભિનય પ્રભાવશાળી છે. વિમાનના યાત્રિઓના રૂપમાં કોઈ પરિચિત ચહેરો નથી. થોડાક સારા ચરિત્ર અભિનેતાઓ લેવામાં આવતા તો ફિલ્મ વધુ પ્રભાવશાળી બનતી.
ફિલ્મમાં ગીત-સંગીત માટે સ્થાન ઓછુ હતુ, છતાં જસ્ટિન-ઉદય દ્વારા સંગીતબધ્ધ કરવામા આવેલ ગીત ઠીક છે. જહાંગીર ચૌધરીએ વધુ સમય વિમાનની અંદર શોટ લેવાના હતા, પરંતુ તેમણે કેમેરા એંગલ અને મૂવમેંટ દ્વારા વિવિધતઓ રજૂ કરી. આઉટડોર શોટ પણ તેમણે સારી રીતે ફિલ્માવ્યા છે.