'દંગલ' રિવ્યુ - આમિરની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ

Last Updated: શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (14:32 IST)
કલાકાર - આમિર ખાન, સાક્ષી તંવર, ફાતિમા સના શેખ, જાઈરા વસીમ, સાન્યા મલહોત્રા, સુહાની ભટનાગર, અપારશક્તિ ખુરાના, ગિરિશ કુલકર્ણી .
નિર્દેશક - નિતેશ તિવારી
નિર્માતા - આમિર ખાન, કિરણ રાવ, સિદ્ધાર્થ રોય કપૂર
સંગીત - પ્રીતમ ચક્રવર્તી
ગીત - અમિતાભ ભટ્ટાચાર્ય
લેખક - શ્રેયાસ જૈન, નિખિલ મેહરોત્રા, પિયૂષ ગુપ્તા, નિતેશ તિવારી

રેટિંગ - 3.5

સપને વો નહી હોતે.. જો આપ સોને કે બાદ દેખતે હો
સપને વો હોતે હૈ જો આપકો સોને નહી દેતે...

રમત પર ઘણી બધી ફિલ્મો બની છે. પણ 'દંગલ' ફિલ્મ સૌથી જુદી જ છે. આ ફિલ્મને વધુ ફિલ્મી ન બનાવતા ડાયરેક્ટર નિતેશ તિવારીએ એ રીતે પડદા પર ઉકેર્યો છે કે દરેક સીન, દરેક એક્સપ્રેશન, દરેક ડાયલોગ બધુ જ રિયાલિસ્ટિક લાગે છે. ફિલ્મી મસાલા ન હોવા છતા પણ બે કલાક 50 મિનિટની આ ફિલ્મ તમને બાંધી રાખે છે. ફિલ્મના દરેક સિચુએશન સાથે તમે ખુદને જોડીને જોવા માંડો છો. ફિલ્મમાં કોમિક ટાઈમિંગ એટલી સટીક છે કે તમે હસો પણ છો અને ઈમોશનલ સીનમાં આંખમાંથી આંસુ પણ લાવી દો છો.


સ્ટોરી

દગલ હરિયાણાના પહેલવાન મહાવીર સિંહ ફોગટના જીવન પર આધારિત ફિલ્મ છે.
એક પુત્રની ચાહતમાં મહાવીર સિંહ ફોગટની ચાર પુત્રીઓ પેદા થઈ જાય છે.
મહાવીર સિંહને પુત્ર જોઈએ છે કારણ કે તેઓ પોતાનુ સપનુ પોતાના પુત્ર દ્વારા સાકાર કરવા માંગે છે. પણ બધા ટોટકા અજમાવી ચુકેલ ફોગટને એ સમયે જીવનમાં 'કિક' મળે છે જ્યારે તેમની પુત્રીઓ પોતાના દાવ પેચથી એક યુવકને મારે છે. ત્યારબાદ જ મહાવીર સિંહ પોતાની પુત્રેઓ ગીતા અને બબીતાને કુશ્તીના ગુર શિખવાડીને તેમને રેસલિંગના ચેમ્પિયન બનાવે છે.

પણ આ દરમિયાન તેમને કેવા ઉતાર-ચઢાવ પરથી પસાર થવુ પડે છે અને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ પણ બતાવ્યુ છે. જેવુ કે એક ડાયલોગ તમે ટ્રેલરમાં જોયો હશે કે 'મેડલિસ્ટ પેડ પર નહી ઉગતે, ઉન્હે બનાના પડતા હૈ પ્યાર સે, મહેનત સે, લગન સે...'
આ ફિલ્મની એક લાઈનમાં જ એ બધુ દુખ બતાવી દે છે. બાપ-બેટીના સંબંધ પર બનેલ આ ફિલ્મ તેમના પ્રેમ, તકરાર અને ફટકાર બધુ જ બતાવે છે.
કેટલાક શોટ્સ છે કે તમારા શ્વાસ રોકાય જાય છે...

ફિલ્મમાં રેસલિંગના કેટલાક એવા સીન છે શોટ્સ છે જેને જોતા તમે તમારા શ્વાસ રોકી લો છો. ફિલ્મના એક સીનમાં બતાવ્યુ છે કે માહવીર સિંહ ફોગટ તેમની પુત્રી ગીતા વચ્ચે અહં (ઈગો)આવી જાય છે અને બંને કુશ્તી લડે છે. આ સીન ખૂબ જ ઈમોશનલ અને આંખોમાં આંસૂ લાવી દેનારો છે. આવી જ રીતે ફિલ્મમાં રેસલિંગના અનેક સીન છે જે દર્શક દિલ થામીને જોવા મજબૂર થઈ જાય છે.

આ ડાયરેક્ટરની ચતુરાઈ છે કે ફિલ્મમાં રેસલિંગની કેટલીક ઝીણવટોને એવી બતાવી દીધી છે કે જેનાથી દર્શકોને પણ સમજવામાં પરેશાની ન થાય. જેવી કે રેસલિંગમાં ક્યારે કેટલા પોઈંટ્સ મળે છે. ફિલ્મમાં બારીક વસ્તુઓ પર પણ મહેનત કરવામાં આવી છે.
જેથી સીન પરફેક્ટ બનાવી શકાય. લગભગ બે કલાક 50 મિનિટની આ ફિલ્મમાં તમે ક્યાય પણ બોર નહી થાવ.


આ પણ વાંચો :