Widgets Magazine
Widgets Magazine

'બાહુબલી ધ કન્ક્લૂઝન'ની ફિલ્મ સમીક્ષા

શુક્રવાર, 28 એપ્રિલ 2017 (17:23 IST)

Widgets Magazine
bahubali 2

કટપ્પાને બાહુબલી કો ક્યો મારા થા ? આ પ્રશ્ન બાહુબલી ના પ્રથમ ભાગે દર્શકોના સામે અંતમા છોડ્યો હતો. ત્યારથી તેનો જવાબ શોધવામાં આવી રહ્યો છે. જે બાહુબલી ધ કૉન્ક્લૂજનમાં મળે છે. અહી આ રહસ્ય પરથી પડદો નથી ઉઠી રહ્યો. મુખ્ય સવાલ એ છે કે શુ જ્યારે ફિલ્મમાં તેનો ખુલાસો થાય છ તો શુ તમે ઠગાયેલા તો નથી અનુભવ કરતા કારણ કે સસ્પેંસ તો કેવી રીતે પણ ઉભુ કરી શકાય છે.  પણ તેને ખોલ્યા પછી જસ્ટિફાઈ કરવુ મુશ્કેલ કામ છે. 
 
બાહુબલી બે માં તેનો જવાબ ઈંટરવલ પછી મળે છે. ત્યા સુધી સ્ટોરીમાં ઠોસ કારણ પેદા કરવામાં આવે છે જેથી દર્શક કટપ્પાના આ કૃત્ય સાથે સહેમત થાય. ભલે દર્શકો જવાબ મળ્યા પછી ચોંકાતા નથી પણ ઠગાયેલ પણ નથી અનુભવતા. કારણ કે ત્યા સુધી ફિલ્મ તેમનુ ભરપૂર મનોરંજન કરી ચુકી હોય છે. 
 
બાહુબલીને કે વિજયેન્દ્ર પ્રસાદે લખ્યુ છે. તેની સ્ટોરી રામાયણ અને મહાભારતથી પ્રેરિત છે. ફિલ્મના અનેક પાત્રમાં પણ તમે  સમાનતાઓ શોધી શકો છો.  મહિષ્મતિના સિંહાસન માટે થનારી આ લડાઈમાં ષડયંત્ર, હત્યા, વફાદારી, સોગંધ, બહાદુરી, કાયરતા જેવા ગુણો અને અવગુણોનો સમાવેશ છે. જેની ઝલક આપણને સતત સિલ્વર સ્ક્રીન પર જોવા મળે છે.

નિર્દેશક એસ રાજામૌલીએ આ વાતોની ભવ્યતાનો એવો તડકો લગાવ્યો છે કે લાર્જર દેન લાઈફ થઈને આ સ્ટોરી અને પાત્ર દર્શકોને રોમાંચિત કરી દે છે. રાજામૌલીની ખાસ વાત એ છે કે બાહુબલીના પાત્રને તેમણે સંપૂર્ણ રીતે વિશ્વસનીય બનાવ્યા છે.  હાથી જેવી તકત ચિતા જેવી સ્ફ્રૂર્તિ ને ગિદ્ધ જેવી નજરવાળો બાહુબલી જ્યારે વીજળીની ગતિથી દુશ્મનો પર તૂટી પડે છે અને પલક ઝપકતા જ જ્યારે તેની તલવાર દુશ્મનોની ગરદન કાપી નાખે છે તો એવુ મહેસૂસ થાય છે કે હા આ વ્યક્તિ આવુ કરી શકે છે.  બાહુબલીની આ ખૂબીયોને ફિલ્મના બીજા ભાગમાં ખૂબ લાભ ઉઠાવ્યો છે. 
 
બાહુબલી ધ કૉંન્ક્લૂજન જોવા માટે બાહુબલી-ધ બિગનિંગ યાદ હોવી જોઈએ. નહી તો ફિલ્મ સમજવી થોડી મુશ્કેલ થઈ શકે છે.  જોકે પહેલા ભાગમાં મહેન્દ્ર બાહુબલીના કારનામા હતા તો આ વખતે તેમના પિતા.. અમરેન્દ્ર બાહુબલીના હેરતઅંગેજ કારનામા જોવા મળે છે. 
 
અગાઉની ફિલ્મમાં આપણે જોયુ હતુ કે મહેન્દ્ર બાહુબલીને કટપ્પા તેના પિતાની સ્ટોરી સંભળાવે છે. બીજા ભાગમાં વિસ્તૃત રૂપથી આ સ્ટોરીને જોવા મળી છે. અમરેન્દ્ર અને દેવસેનાના રોમાંસને ખૂબ કોમળતા સાથે બતાવવામાં આવી છે. જો કે પહેલા ભાગ પછી કટપ્પાની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી તેથી બીજા ભાગમાં તેને વધુ સીન આપવામાં આવ્યા છે.  કોમેડી ભી કરાવી છે. અમરેન્દ્ર અને દેવસેના અને અમરેન્દ્ર તેમજ શિવાગામી સાથે કેવી રીતે ભલ્લાલ દેવ અને તેના પિતા ષડયંત્ર કરે છે આ કહાનીનું મુખ્ય બિંદૂ છે. 
 
સ્ટોરી તો સારી છે પણ જે રીતે તેને રજુ કરવામાં આવી છે તે પ્રંશસનીય છે.  ફિલ્મની સ્ક્રિપ્ટ સારી છે અને તેમા આવનારા ઉતાર-ચઢાવ સતત મનોરંજન કરતા રહે છે. દરેક દ્રશ્યને શ્રેષ્ઠ અને ભવ્ય બનાવવામાં આવ્યુ છે.. અને ફિલ્મમાં અનેક દ્રશ્ય એવા છે જે તાળી અને સીટીને લાયક છે. 
 
જેવુ કે બાહુબલીની એંટ્રીવાળુ દ્રશ્ય, બાહુબલી અને દેવસેના વચ્ચે રોમાંસથી બનનારા સીન, બાહુબલી અને દેવસેનાનુ એકસાથે તીર ચલાવનારુ દ્રશ્ય ભરી સભામાં દેવસેનાનુ અપમાન કરનારાનું માથુ કાપનારો સીન.. અનેક દ્રશ્ય છે.. 
 
ઈંટરવલ સુધી ફિલ્મ ભરપૂર મનોરંજન કરે છે. ઈંટરવલ પછી ડ્રામ ડ્રાઈવિંગ સીટ પર આવે છે અને ફરી ક્લાઈમેક્સમાં એક્શન હાવી થાય છે. 
 
ફિલ્મની ઉણપોની વાત કરવામાં આવે તો કેટલાકને સ્ટોરી નબળી લાગી શકે છે. પહેલા ભાગમાં જે ભવ્યતાથી દર્શક ચકિત હતા અને બીજા ભાગથી તેમની અપેક્ષાઓ આભ સુધી પહોંચી હતી તેમને બીજા ભાગની ભવ્યતા એ રીતે ચકિત નથી કરતી.  ક્લાઈમેક્સમાં સિનેમાના નામ પર કંઈક વધુ છૂટ લેવામાં આવી છે અને દક્ષિણ ભારતીય ફિલ્મોવાળા ફ્લેવર થોડો વધુ થઈ ગયો છે.  પણ આ વાતોનો ફિલ્મ  જોતી વખતે સમય મજા ખરાબ નથી થતી અને તેને ઈગ્નોર કરી શકાય છે. 
 
 
નિર્દેશકના રૂપમાં એસએસ રાજામૌલીની પકડ આખી ફિલ્મ પર જોવા મળે છે. તેમને બીજા ભાગને વધુ ભવ્ય બનાવ્યુ છે. એક ગીતમાં જહાજ આકાશમાં ઉડે છે તે ડિજ્જી દ્વારા નિર્મિત ફિલ્મોની યાદ અપાવે છે.  કોમેડી કેશન રોમાંસ અને ડ્રામાને તેમણે સંપૂર્ણ રીતે સંતુલન રાખ્યુ છે. જે આશાઓ તેમને પહેલા ભાગથી જગાવી તેના પર ખરા ઉતરવાની તેમણે ભરપૂર કોશિશ કરી છે. એક બ્લોકબસ્ટર મૂવી કેવી રીતે બનાવી શકાય છે એ વાત તે સારી રીતે જાણે છે અને દર્શકોના દરેક વર્ગ માટે તેમની ફિલ્મમાં કંઈક ને કંઈક છે. 
 
અને બાહુબલીને જુદા કરવા મુશ્કેલ છે. તેઓ બાહુબલી જ લાગે છે. બાહુબલીનુ ગર્વ, તાકત, બહાદુરી, પ્રેમ, સમર્પણ, સરળતા તેમના અભિનયમાં ઝલકે છે.  તેમની ભુજાઓમાં સેકડો હાથીઓની તાકત અનુભવાય છે.. ડ્રામેટિક એક્શન અને રોમાંટિક દ્રશ્યોમાં તેઓ પ્રભાવિત કરે છે. દેવસેનાના રૂપમાં અનુષ્કાને ભરપૂર તક મળી છે.  દેવસેનાનો અહંકાર અને આક્ર્મકતાને તેમને સારી રીતે રજુ કર્યુ છે.  તે પોતાના અભિનયથી ભાવનાઓની ત્રીવતાનો અહેસાસ કરાવે છે.  ભલ્લાલ દેવના રૂપમાં રાણા દગ્ગુબાતી પોતાની તાકતવર હાજરી નોંધાવે છે.  શિવગામી બની રમ્યા કૃષ્ણનનો અભિનય શાનદાર છે.  તેની મોટી આંખો પાત્રને જીવંત કરે છે. કટપ્પા બનેલ સત્યરાજે આ વખતે દર્શકોને હસાવ્યા પણ છે અને આ પાત્રોને દર્શકોનો ખૂબ પ્રેમ મળશે.  નાસેર પણ પ્રભાવિત કરે છે. તમન્ના ભાટિયા માટે આ વખતે કરવા માટે કશુ નહોતુ. 
 
બાહુબલી 2 ભવ્ય અને શ્રેષ્ઠ છે. પહેલા ભાગને મેં ત્રણ સ્ટાર આપ્યા હતા કારણ કે અડધી ફ્હિલ્મ જોઈને કશુ નથી કહી શકાતુ. આખી ફિલ્મ જોયા પછી ચાર સ્ટાર એ માટે કારણ કે બ્લોકબસ્ટર મૂવી આવી જ હોય છે. 
 
બેનર - ધર્મા પ્રોડક્શન્સ, એએ ફિલ્મ્સ, આરકો મીડિયા વર્ક્સ પ્રા.લિ. 
નિર્દેશક - એસએસ રાજામૌલી 
સંગીત - એમએમ કરીમ 
કલાકાર - પ્રભાષ, રાણા દગ્ગુબાતી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામયા કૃષ્ણન, સત્યરાજ નાસેર 
સર્ટિફિકેટ - યૂએ * 2 કલાક 47 મિનિટ 30 સેકંડ્સ 
 
 
રેટિંગ 4/5 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

વિનોદ ખન્નાના અંતિમ સંસ્કાર પર આજના સુપરસ્ટાર પર નારાજ થયા ઋષિ કપૂર, ચમચાઓ પાર્ટીમાં જરૂર જાય છે

ગુરૂવારે 70 વર્ષના અભિનેતા વિનોદ ખન્નાના નિધન પર પહોંચેલા એક્ટર ઋષિ કપૂર ખૂબ ગુસ્સામાં ...

news

BAHUBALI-2 : તમારે કેમ જોવી જોઈએ ફિલ્મ 'બાહુબલી-2' ? વાંચો, ફક્ત 5 કારણ

ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી : ધ કન્ક્લૂજનના રિલીઝની દર્શકો આતુરતાથી રાહ ...

news

Vinod Khannaની એ 5 ફિલ્મો જેણે એક 'વિલન' ને હીરો બનાવી દીધો

હિન્દી સિનેમાને અનેક સુપર્હિટ ફિલ્મો આપનારા અને પોતાના અભિનયથી આ ફિલ્મી દુનિયામાં નવો ...

news

આ 10 ગીતો માટે હમેશા યાદ આવશે Vinod Khanna

વિનોદ ખન્નાની ફિલ્મી શરૂઆતમા% એક વિલેમના રીતે થઈ પણ એક રોમાંટિક હીરોના રૂપમાં તેણે તેમની ...