શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Updated : સોમવાર, 14 જુલાઈ 2014 (15:50 IST)

DDLJ નો આધુનિક અવતાર : હંપટી શર્મા કી દુલ્હનિયા

DDLJ નો આધુનિક અવતાર : હંપટી શર્મા કી દુલ્હનિયા

કલાકાર- વરુણ ધવન ,આલિયા ભટ્ટ, આશુતોષ રાણા ,દીપિકા ,અમીન મહનાઝ ,દમાનિયા સાહિલ, વેધ ,ગૌરવ પાંડે, સિદ્વાર્થ શુકલા 
 
નિર્માતા - હીરું યશ જોહર કરણ જોહર
 
નિર્દેશક - શશાંક ખેતાન 
 
ગીત - ઈરશાદ કામિલ શશાંક ખેતાન 
 
સંગીત:  સચિન-જિગર , સાહિલ સાબરી , તોશી સાબરી 
 
લંબાઈ : 133 મિનિટ 
 
રેટિંગ 3.5 
 
જો તમે શાહરુખ અને કાજોલ સ્ટાર દિલવાલે દુલ્હનિયા જોઈ હશે તો આ ફિલ્મ જોતા તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે 18 વર્ષમાં જમાનો ઘણો બદલાઈ ગયો છે. ડીડીએલજેની સ્ક્રીપ્ટમાં થોડો ફેરફાર કરીને તેને આજનો યંગસ્ટાર્સની કસોટી પર બંધબેસતા ફેરફાર સાથે મસાલો ઉમેરીને રજૂ કરવામાં આવી છે. 
 
દિલ્હીનો હંપ્ટી શર્મા (વરૂણ ધવન) પોતે વસાવેલી દુનિયામાં રહેત્પ એક ટપોરી ટાઈપ પંજાબી છોકરો છે. તેના પપ્પા (કેની દેસાઈ)ને પોતાની બુકશોપ છે.હંપ્ટી પોતાના મનનું  ધાર્યું જ કરતો હોય છે. કોલેજમાં તેના બે ખાસ મિત્રો શંટી અને પપ્પૂ હોય છે. જે સતત તેની આસપાસ ઘેરાયેલા હોય  છે. પપ્પાના પૈસે મિઅજ કરતાં હંપ્ટીએ કયારેક વિચાર્યું નથી હોતું કે તેની જિંદગીનો હેતુ  કયો છે.
 
પરીક્ષામાં માર્ક વધારવા માટે રાત્રે પ્રોફેસરના ઘેર જઈને તેને હીંચકા સાથે બાંધીને તથા ક્રિકેટ બેટલો ભય બતાવનાર હંપ્ટીનું હૃદય નિર્મળ હોય છે. તેના જીવનમાં ત્યારે વળાંક આવે છે. જ્યારે અંબાલાથી દિલ્હી પોતાના પ્રોફેસર મામાને ત્યાં આવેલી કાવ્યા પ્રતાપ સિંહ (આલિયા ભટ્ટ) સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે. 
 
કાવ્યા સતત બક-બક કરતી સિંપલ ફેશનેબલ અને બિંદાસ્ત છોકરી છે. તેણી સતત પોતાના મિત્રોની મદદ કરવ આતુર હોય છે. દિલ્હી આવવાનો તેંનો ઈરાદો પોતાના એરેંજ મેરેજ માટે મોંઘું ડિઝાઈનર પાનેતર ખરીદવાનો હોય છે. શોપિંગ માટે અંબાલાથી દિલ્હી આવેલી કાવ્યામી પૂરી જાણકારી હંપ્ટી પોતાના ગૂગલ દોસ્ત શંટીની મદદથી મેળવવામાં સફળ રહે છે. થોડા દિવસોની મુલાકાત બાદ કાવ્યા હંપ્ટી એકબીજાની નજીક આવી જાય છે. 
 
કાવ્યા હંપ્ટી સાથે પોતાના એનાઆરાઈ છોકરા સાથે થનારા લગ્ન અને તે માટે ખરીદી કરવાની વાત કરે છે. થોડા દિવસો બાદ કાવ્યા અંબાલા પરત ફરી જાય છે. કાવ્યા એ વાત સારી રીતે જાણે છે કે તેના પપ્પા મિસ્ટર સિંહ (આશુતોષ રાણા) કયારેક હંપ્ટીને જમાઈ તરીકે સ્વીકારવા રાજી નહીં થાય . આવામાં હંપ્ટી અને કાવ્યા એક પ્લાન બનાવે છે જે મુજબ હંપ્ટી કાવ્યાના ઘરે પહોંચી જાય છે. જ્યાં કાવ્યાની એનઆરઆઈ અંગદ(સિદ્ધાર્થ શુકલા) સાથે લગ્નની તૈયારીઓ ચાલે છે. 
 
18 વર્ષ પહેલાં રજૂ થયેલી ડીડીએલજેની સ્ક્રીપ્ટ યંગસ્ટાર્સની કસોટી પર પાર  ઉતારવા માટે મસાલા સાથે હોટ કિસ સીન અને લાઈટ કોમેડી ભેળવીને રજૂ કરવામાં આવી છે . કોલેજની જેમ આલિયા પણ અહીં પપ્પાની લાડકી અને દરેક વાત માનાનરી હોય છે. પરંતુ લગ્ન નક્કી થઈ  ગયાં બાદ પણ તીન હંપટી શારીરીક સંબંધ  બાંધતા અને એક પછી એક કિસ આપવામાં સંકોચ નથી જે આજના યુગની તાશિર રજૂ કરે છે.