શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (18:12 IST)

'બેબી' - જોરદાર એક્શન થ્રિલર ફિલ્મ

ફિલ્મ - બેબી 
કલાકાર - ડેની. અક્ષય કુમાર. તાપસી પન્નુ. રાણા ડ્ગ્બટ્ટી. અનુપમ ખેર. 
નિર્દેશક - નીરજ પાંડે 
રેટિંગ - 3.5 સ્ટાર 
અક્ષય કુમાર વર્તમાન સમયમાં બધા સુપરસ્ટારોની તુલનામાં વર્ષમાં સૌથી વધુ ફિલ્મો કરે છે. પણ વર્ષમાં તેઓ પોતાના અંદાજની એક એવી ફિલ્મ ચોક્કસ કરે છે જે તેની બાદશાહી કાયમ રાખવામાં સફળ થાય છે. હોલીડે. સ્પેશલ 26 એવી જ ફિલ્મોમાંથી એક છે. પણ બેબી તેમની ફિલ્મોની વિચાર. તેમની સમજ અને તેમના અભિનયને એક જુદી જ શ્રેણીમાં લાવીને ઉભો કરે છે. 
 
બોલીવુડમાં એવી ફિલ્મોની સખત જરૂર છે અને સુપરસ્ટાર્સને એ ફિલ્મોની સાથે જોડાવવુ તેનાથી પણ વધુ જરૂરી છે. જો કે સ્પેશલ 26 પણ રોચક હતી. મગર અ વેડનેસ ડે ના પછી નીરજની આ થ્રીલર એક જુદા મુજાજ અંદાજની ફિલ્મ છે. જ્યા જો દર્શક એક પણ મિનિટ અસ્થિર થાય છે તો તે રોચકતા ગુમાવી દેશે. ફિલ્મની વિશેષતા એ છે કે તે બનાવેલ ફોર્મૂલામાં નથી ફસાતી. વિષય આતંકવાદને લઈને છે. પણ અહી લડાઈ જુદા અંદાજમાં છે. 
 
વાર્તા એ અંદાજમાં રચવામાં આવી છે કે અંત સુધી રહસ્ય કાયમ રહે છે. દરેક ક્ષણે કોઈને કોઈ પર શકની સોય જાય છે. આ શક્ય છે કે દર્શકોને સમજવામાં આ ફિલ્મ સાથે જોડાવવામાં થોડો સમય લાગે પણ તે ખૂબ જ જરૂરી છે કે નીરજ પાંડે જેવા નિર્દેશક બોલીવુડમાં આ પ્રકારની ફિલ્મોનુ ચલન શરૂ કરે. જેથી દર્શકોને લીકથી હટીને ફિલ્મો જોવાની આદત પડે. નહી તો તે મસાલા ફિલ્મોમાં જ ઉકેલાતા રહેશે. 
 
નીરજે ફિલ્મમાં ક્યાય પણ ફાલતુ પાત્ર. ફાલતુ સંવાદ કે ગીતો કશુ જ ઠૂસ્યા નથી. વાર્તા અક્ષય કુમાર અને ડેનીના ખભા પર છે. ફિલ્મનુ મુખ્ય મુદ્દો છે ભારતમાં એવા ઓફિસર્સ પણ છે જે દેશ માટે મરવા નહી જીવા માંગે છે. અને તેઓ મુશ્કેલ થી મુશ્કેલ મિશન પુર્ણ કરે છે. આતંકવાદનુ ષડયંત્ર કેટલી હદ સુધી રચવામાં આવે છે અને તેની જડ ક્યા છે અને આ પ્રકારની એજંસી કેવી રીતે તેમને ખતમ કરવામાં જોખમ ઉઠાવે છે. આની આસપાસ ફિલ્મની સ્ટોરી છે.  
 
 
નીરજ પાંડેએ ચોક્કસ રૂપે વિશેષ રિસર્ચ કર્યુ છે. તેમની ઝીણવટો ફિલ્મમાં જોવા મળે છે. ડેની આ વખતે પડદા પર જુદા તેવરમાં જોવા મળ્યા. તાપસી પન્નુને ઓછો સ્ક્રીન સ્પેસ આપવામાં આવ્યો છે. પણ તેમને જેટલો પણ અમય લીધો છે તેનો સદ્દપયોગ કર્યો છે. અને સાબિત કર્યુ છે કે તેઓ નાનકડી ભૂમિકાઓમાં પણ પ્રભાવશાળી છે. 
 
ફિલ્મની ખૂબી એ છે કે ફિલ્મ ફિલ્મી નથી લાગતી. અક્ષય કુમાર તંદુરસ્ત છે અને આવા પાત્રોમાં સારી રીતે સમાય જાય છે. આવા પાત્રોમાં અક્ષયને જોયા પછી તેમની ઢંગ ઢડા વગરની ફિલ્મો ફાલતુ લાગે છે. તેમને સારુ પાત્ર મળ્યુ અને નીરજ પાંડે જેવા નિર્દેશક મળ્યા તો તે વધુ ખીલીને સામે આવ્યા. થ્રિલર શ્રેણીમાં આ જુદા મિજાજની ફિલ્મ છે.