શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (17:40 IST)

ફિલ્મ સમીક્ષા - 'પીકે' આમિરની સુપરહિટ ફિલ્મ

પીકે ફિલ્મનુ નામ એ માટે રાખવામાંઆવ્યુ છે કે મુખ્ય પાત્ર (આમિર ખાન)ને લોકો પીકે કહે છે. તે પ્રશ્ન જ એવા પૂછે છે કે લોકોને લાગે છે કે હોશમાં કોઈ એવી વાત કરી જ નથી શકતો.  પીકે હો ક્યા ? (પીધી છે શુ) જેવો જવાબ તેને સાંભળવા મળે છે અને તે માની લે છે કે તે પીકે છે. ભગવાનની મૂર્તિ વેચનારા એ પણ પુછે છેકે શુ મૂર્તિમાં ટ્રાંસમીટર લાગ્યુ છે. જે તેની વાત ભગવાન સુધી પહોંચશે. દુકાનદાર નથી બોલતો તો પીકે કહે છે કે જ્યારે ભગવાન સુધી ડાયરેક્ટ વાત પહોંચતી હોય તો પછી મૂર્તિની 
શુ જરૂર છે ? આવા ઢગલો સવાલ આખી ફિલ્મમાં પીકે પુછતો રહે છે અને ધર્મના ઠેકેદાર જોતા રહે છે. 
પીકે આવા સવાલ કેમ પુછે છે ? પીકે પૃથ્વી પર રહેનારો નથી. તે એલિયન છે. ચારસો કરોડ કિલોમીટર દૂરથી પૃથ્વી પર આવ્યો છે. પોતાના ગ્રહ પર પરત જનારુ રિમોટ કોઈ તેની પાસેથી છીનવી ગયુ છે. જ્યારે રિમોટના વિશે તે લોકોને વિચિત્ર સવાલ પુછે છે તો જવાબ મળે છે કે ભગવાન શુ જાણે. તે ભગવાનને શોધવા નીકળે છે તો કન્ફ્યૂજ થઈ જાય છે. 
 
મંદિરમાં જાય છે તો કહેવાય છે કે ચંપલ બહાર ઉતારો. પણ ચર્ચમાં તે બૂટ પહેરીને અંદર જાય છે. ક્યાક ભગવાનને નારિયળ ચઢાવાય છે તો ક્યાક વાઈન. એક ધર્મ કહે છે કે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લો તો બીજો ધર્મ કહે છે કે સૂર્યાસ્ત પછી રોઝા તોડો.  ભગવાનને મળવા માટે તે દાનપેટીમાં ફીસ પણ ચઢાવે છે. પણ જ્યારે ભગવાન નથી મળતા તો તે દાન પેટીમાંથી રૂપિયા કાઢી લે છે. 
 
પીકેને રાજકુમાર હિરાની અને અભિજ્ઞાત જોશીએ મળીને લખી છે. ધર્મના નામ પર થઈ રહેલ કુરીતિયો પર તેમણે પ્રહાર કર્યો છે. પીકેને એલિયનના રૂપમાં બતાડવો તેમનો માસ્ટર સ્ટ્રોક છે. એક એવા માણસની નજરથી દુનિયા જોવી જે બીજા ગ્રહથી આવ્યો છે. આ એક સારો કોંસેપ્ટ છે. આ બહાને દુનિયામાં ચાલી રહેલ કુરિવાજો અને અંધવિશ્વાસોને નિષ્પક્ષ રીતે જોઈ શકાય છે. 
 
ઈંટરવલ પહેલા  ફિલ્મમાં અનેક લાજવાબ દ્રસ્ય જોવા મળે છે. જે હસાવવાની સાથે સાથે વિચારવા મજબૂર કરે છે. એક સાથે મનમા બે-ત્રણ ભાવને ઉત્પન્ન કરવામાં લેખક અને નિર્દેશકે સફળતા મેળવી છે. ભગવાનના ગાયબ થવાનુ પેમ્પલેટ પીકે વહેંચે છે. તે મંદિરમાં પોતાના ચપ્પલને લોક કરે છે.  તેને નથી સમજાતુ કે તે કયો ધર્મ અપનાવે જેનાથી તેને ભગવાન મળે.  આ વાત પણ તેને નથી સમજાતી કે માણસ કયા ધર્મનો છે. તેની ઓળખ કેવી રીતે થાય છે. કારણ કે માણસ પર કોઈ સિક્કો તો નથી લાગેલો હતો.  આ વાતોને લઈને અનેક સારા દ્રશ્ય બનાવાયા છે જે તમારા વિચારોને પ્રભાવિત કરે છે.  
 
ભગવાનના નામ પર કેટલાક લોકો ઠેકેદાર બની ગયા છે અને તેમને આને બિઝનેસ બનાવી લીધો છે. ફિલ્મમાં એક સીન છે. જેમા એક ગણિત મહાવિદ્યાલયની બહાર પીકે એક પત્થરને લાલ રંગથી રંગી નાખે છે અને તેના પર પૈસા ચઢાવે દે છે તો વિજ્ઞાન ભણનારા વિદ્યાર્થી  તે પત્થરની સામે પૈસા ચઢાવવા માંડે છે.  આ સીન દ્વારા બે વાતોને રજુ કરી છે. એક તો એ કે ધર્મથી સારો કોઈ ધંધો નથી. લોકો જાતે જ આવે છે . માથુ નમાવે છે અને ખુશીથી પૈસા ચઢાવે છે. બીજી વાત એ કે વિજ્ઞાન ભણનારા પણ અંધવિશ્વાસનો શિકાર બની જાય છે. બાળપણથી જ સંસ્કારના નામ પર તેમની અંદર અંધવિશ્વાસ નાખી દેવામાં આવે છે.  જેમાંથી તેઓ આખી જીંદગી બહાર નથી નીકળી શકતા. 
 
ફિલ્મ એ સંતોને પણ કટઘરમાં ઉભા કરે છે જે ચમત્કાર બતાવે છે. હવામાં સોનુ ઉત્પન્ન કરનારા બાબા દાન કેમ લે છે. કે દેશની ગરીબી કેમ દૂર નથી કરતા ? ધર્મના નામ પર લોકોમાં ભય ઉભો કરનારાઓ પર પણ વેગ્બાણ છોડ્યા છે. જ્યારે ઉપરવાળાએ બધાને તર્ક-વિતર્કની શક્તિ આપી છે તો આપને અતાર્કિક વાતો પર આંખો બંધ કરીને વિશ્વાસ કેમ કરીએ ?
 
વાતો મોટી મોટી છે પણ ઉપદેશાત્મક રૂપે તેને દર્શકો પર લાદવામાં આવી નથી.  હલકા ફુલ્કા પ્રસંગો દ્વારા તેને બતાવવામાં આવી છે. જેને તમે ખડખડાટ હસીને અને તાળીયો વગાડીને જુઓ છો. ઈંટરવલ પછી જરૂર ફિલ્મ થોડી ફંટાય જાય છે.  ગીતો લંબાઈ વધારે છે. પણ ફિલ્મમાંથી તમારુ ધ્યાન નથી ભટકતુ. પીકે જોતી વખતે ઓહ માય ગોડ ની યાદ આવે એ સ્વાભાવિક છે. પણ પીકે પોતાની અલગ ઓળખ બનાવે છે.  
 
ઋષિકેશ મુખર્જી. ગુલઝાર અને બાસુ ચેટર્જીની જેમ નિર્દેશક રાજકુમાર હિરાની મિડિલ પાથ પર ચાલનારા ફિલ્મકાર છે. તે દર્શકોના મનોરંજન પર પુરૂ ધ્યાન આપવાની સાથે જ એવી સ્ટોરી રજુ કરે છે જે દર્શકોને વિચારવા મજબૂર કરે. પીકે દ્વારા તેઓ એકવાર ફરી આશાઓ પર ખરા ઉતરે છે.  સિનેમાના નામે તેમણે કેટલીક છૂટ લીધી છે.  ખાસ કરીને જગતજનની(અનુષ્કા શર્મા) અને સરફરાજ (સુશાંતસિંહ રાજપૂત) ની પ્રેમ સ્ટોરીમા.પણ આ વાતો ફિલ્મના સંદેશની આગળ બાજુ પર મુકી શકાય છે.   પોતાની વાત કહેવા તે મોટાભાગે સમય લે છે અને એ જ કારણ છે કે તેમની ફિલ્મ લાંબી હોય છે. સંપાદકના રૂપમાં  તેઓ કેટલાક સીન અને ગીત હટાડવાની હિમંત ન કરી શક્યા.  કેટલાક પ્રસંગ ધાર્મિક લોકોને ખૂંચશે જેનાથી બચી શકાતુ હતુ. 
 
આમિર ખાન પીકે ની આત્મા છે. તેમના બહાર નીકળેલા કાન અને મોટી આંખોએ પાત્રને વિશ્વસનીય બનાવ્યુ છે.  તેમના ચેહરાનો ભાવ સતત હસાવતો રહે છે. તેઓ પોતાના પાત્રમાં એટલા ઘુસી ગયા કે તમે આમિર ખાનને ભૂલી જાવ છો. પડદા પર જ્યારે તેઓ નથી દેખાતા તો તેની કમી અનુભવાય છે. એવુ લાગે છે કે બસ તે જ આંખો સામે દેખાતા રહે.  આ તેમના કેરિયરના શ્રેષ્ઠ પરફોર્મેંસેસમાંથી એક છે. 
 
હિરાનીની ફિલ્મોમાં સામાન્ય રીતે મહિલા પાત્ર પ્રભાવી નથી હોતા પણ પીકે માં આ ફરિયાદ દૂર થાય છે. અનુષ્કા શર્માને દમદાર રોલ મળ્યો છે. તે ખૂબ જ સુંદર જોવા મળી અને આમિર ખાન જેવા અભિનેતાનો સામનો તેણે પુરા આત્મવિશ્વાસથી કર્યો છે. સુશાંત સિંહ રાજપૂત. સંજય દત્ત. સૌરભ શુક્લા. બોમન ઈરાની અને પરિક્ષિત સહાનીનો અભિનય સ્વાભાવિક રહ્યો છે. ફિલ્મના ગીતો ભલે હિટ ન હોય પણ ફિલ્મ જોતી વખતે ગીતો પ્રભાવિત કરે છે. 
 
2014ની વિદાય વખતે એક સુંદર ભેટ રાજકુમાર હિરાનીએ દર્શકોને આપી છે જેને જરૂર જોવી જોઈએ. 
 
બેનર - વિનોદ ચોપડા ફિલ્મ્સ. રાજકુમાર હિરાની ફિલ્મ્સ 
નિર્માતા - વિધુ વિનોદ ચોપડા. રાજકુમાર હિરાની 
નિર્દેશક - રાજકુમાર હિરાની 
સંગીત - શાંતનુ મોઈત્રા. અજય-અતુલ 
કલાકાર - આમિર ખાન. અનુષ્કા શર્મા. સંજય દત્ત. સુશાંત સિંહ રાજપૂત. બોમન ઈરાની. સૌરભ શુક્લા. પરિક્ષિત સાહની. રણબીર કપૂર (મહેમાન કલાકાર) 
સેંસર સર્ટિફિકેટ - યૂએ *2 કલાક 33 મિનિટ
રેટિંગ - 4/5