રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Updated : શનિવાર, 17 ઑગસ્ટ 2024 (16:40 IST)

Stree 2 Movie Review in Gujarati: સ્ત્રી 2 ને રોકવી મુશ્કેલ જ નહી નામુમકિન છે

Stree 2 Movie Review in Gujarati: ફિલ્મ સ્ત્રી છ વર્ષ પહેલા 2018માં રિલીઝ થઈ હતી. 25 કરોડના સામાન્ય બજેટવાળી આ ફિલ્મે 150 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું હતું. ફિલ્મમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના અને પંકજ ત્રિપાઠી જોવા મળ્યા હતા. હવે વર્ષ 2024 છે અને સ્ટ્રી 2 પાછું આવ્યું છે.  એ જ ડાયરેક્ટર, એ જ સ્ટારકાસ્ટ અને એક એવા કેરેક્ટરની સાથે જેની ચંદેરીમાં જેનો ભય હતો.   જી હા સ્ત્રી ગયા પછી હવે ચંદેરી માં સરકટા આવી ગયો ચે. સ્ત્રી જ્યા પુરૂષોને ઉઠાવતી હતી તો બીજી બાજુ સરકટે ના નિશાન પર ચંદેરી યુવતીઓ છે. હવે ચંદેરીમાં કોઈપણ સમસ્યા થાય તો તેને સામનો કરવા માતે વિક્કી એંડ કંપની તો આવશે જ જેમા પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. બસ સરકટેનો નિપટાવવાની જવાબદારી શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને તેમના મિત્રોની છે.   
 
સ્ત્રી 2 ની સ્ટોરી અને ડાયરેક્શન 
 
સરકટે નો ખાત્મો કેવી રીતે થાય છે ? શ્રદ્ધા કપૂર કેવી રીતે બિક્કી એંડ કંપની મદદ કરે છે. આ સવાલોનો જવાબ તો સ્ત્રી જોતા જ મળશે. પણ ફિલ્મમાં કોમેડી અને  હોરરનો જોરદાર મસાલો છે. ફિલ્મનો પહેલો હાફ દોડે છે અને સ સરકટેના દર્શન સાથ ડરાવે પણ છે તો બીજી બાજુ વિક્કી એંડ કંપનીની હરકતોથી હસાવે પણ છે. પણ સેકંડ હાફમાં આવીને અમર કૌશિક થોડા ગુંચવાય જાય છે.  જે રીતે સરકટેનો ઉકેલ કરવામાં આવે છે અને વસ્તુઓને બતાવી છે ત્યા સ્ટોરી થોડી ખેંચી હોય એવુ લાગે છે. બાકી સ્ત્રી 2 મા વધુ મગજ દોડાવવાની જરૂર તો છે જ નહી. પછી સમય સમય પર તમને કેટલાક કૈમિયો પણ જોવા મળશે. તો તેને માટે તૈયાર રહો. ધ્યાન રહો. ફિલ્મ એક મેસેજ લઈને પણ આવે છે.  
 
સ્ત્રી 2 માં અભિનય 
 
હવે એક્ટિંગની વાત કરીએ તો રાજકુમાર રાવ ઉર્ફ વિક્કીની ટાઈમિંગ કમાલની છે. તેમણે વિક્કીના કેરેક્ટરને એવો પકડ્યો છે જે બાકી કોઈના દિમાગની વાત નથી. પછી અભિષેક બેનર્જી અને અપારશક્તિ પણ સારો સાથ આપે છે. પણ હસાવવાના ચક્કરમાં ક્યાક ક્યાક મામલો થોડો લાઉડ કરી જાય છે. શ્રદ્ધા કપૂરે સારુ કામ કર્યુ છે. તેમની જે પ્રકારની અનામ અને રહસ્યમય છબિ બનાવી છે, તેને શ્રદ્ધા કપૂરે ખૂબ જ ઈમાનદારી સાથે પડદા પર રજુ કરી છે. પંકજ ત્રિપાઠી જે અંદાજમાં ડાયલોગ બોલે છે તે મજેદાર છે. તેમના વનલાઈનર ફૈન ને ચોક્કસ હસાવશે. 
 
સ્ત્રી 2 વર્ડિક્ટ 
સ્ત્રી 2 ના વર્ડિક્ટની વાત કરીએ તો સ્ત્રીના ફેંસ માટે એક પરફેક્ટ ફિલ્મ છે. પછી જે હોરર કોમેડીના શોકીન છે તેને પણ પસંદ આવશે. રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અને પંકજ ત્રિપાઠીના ફેંસ પણ આ ફિલ્મને પસંદ કરશે. ફિલ્મમાં અનેક સીન અને વાતો અટપટી લાગી શકે છે પણ  હોરર કોમેડીના નામ પર તેમને નજરઅંદાજ કરી શકાય છે.  આ રીતે સ્ત્રી 2 નો ભરપૂર ફાયદો ત્યારે ઉઠાવી શકાય છે જ્યારે તેમા દિમાગ નહી દિલ લગાવવામાં આવે. 
 
 
રેટિંગ: 3.5/5 તારા
દિગ્દર્શકઃ અમર કૌશિક
કલાકારો: રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના અને પંકજ ત્રિપાઠી