શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

કર્મ સાથે કિસ્મતનુ કનેક્શન

IFM
નિર્માતા : કુમાર એસ. તૌરાની -રમેશ એસ. તૌરાન
નિર્દેશક ; અજીજ મિર્જ
સંગીત : પ્રીતમ ચક્રવર્તી
કલાકાર : શાહિદ કપૂર, વિદ્યા બાલન, જૂહી ચાવલા, ઓમ પુરી.

યૂ સર્ટિફિકેટ * 16 રીલ
રેટિંગ : **1/2

અજીજ મિર્જાના પિતા કહેતા હતા કે જે યુવાવસ્થામાં નસીબ પર વિશ્વાસ કરે છે તેના જેવો મૂર્ખ બીજો કોઈ નથી અને જે વૃધ્ધાવસ્થામાં નસીબ પર ભરોસો નથી કરતુ તેના જેવુ મૂર્ખ પણ કોઈ નથી. વાત ગોળ-ગોળ ફેરવે છે અને આને ધ્યાનમાં મૂકીને અજીજની પુત્રી રાહિલ મિર્જાએ 'કિસ્મત કનેક્શન' વાર્તા લખી છે.

નસીબ નામની વસ્તુ હોય છે કે નહી, તેને લઈને લાંબી ચર્ચા થઈ શકે છે. ઘણી એવી વ્યક્તિઓ જે સફળ નથી થઈ શકતી, નસીબની આડ લઈને સંતાઈ જાય છે. વિજ્ઞાનની કસૌટી પર જોવા જઈએ તો નસીબ જેવી કોઈ વસ્તુ નથી હોતી.

IFM
અજીજની આ ફિલ્મ ભાગ્યવાદી હોવાની તરફ વધુ નમે છે કારણકે ફિલ્મનો નાયક રાજ(શાહિદ કપૂર) જ્યારે પ્રતિભાશાળી હોવા છતાં સફળ નથી મેળવી શકતો તો હસીના બાનો જાન (જૂહી ચાવલા)ના શરણે જાય છે.

હસીન લોકોના ભવિષ્ય બતાવે છે. તે રાજને કહે છે કે જો તે તેનો લકી ચાર્મ શોધી લે તો તેને સફળતા જરૂર મળશે. તેને તેનુ ભાગ્ય મળે છે, પ્રિયા(વિદ્યા બાલન)માં.

પ્રિયા અને રાજ શરૂઆતમાં ખૂબ જ લડતાં રહે છે, પરંતુ જ્યારે પણ પ્રિયા રાજની સાથે રહે છે ત્યારે રાજને કામમાં સફળતા સાંપડે છે. રાજને સમજાઈ જાય છે કે પ્રિયા જ તેનો લકી ચાર્મ છે.

જે વાર્તા આપણે બોલીવુડની ફિલ્મોમાં અત્યાર સુધી જોતા આવ્યા છે તે વાર્તા સાથે આ ફિલ્મની વાર્તા જોડી દીધી છે. નાયિકા એક કમ્યૂનિટી સેંટર ચલાવે છે, જેમાં તે વૃધ્ધ લોકોનો ખ્યાલ રાખે છે. તે જગ્યા માટે બિલ્ડર સંજીવ ગિલ (ઓમપુરી)તાકીને બેસ્યો છે, જેની ઈચ્છા ત્યાં શોપિંગ મોલ બનાવવાની છે. આ શોપિંગ મોલની ડિઝાઈન પણ રાજ બનાવે છે. જેને લઈને રાજ અને પ્રિયા વચ્ચે ગેરસમજ થઈ જાય છે, જે કેવી રીતે દૂર થાય છે એ જ આ ફિલ્મનો સાર છે. પ્રિયાના મંગેતરની વાર્તા પણ એકબાજુ ચાલતી રહે છે.

ભારતમાં પણ આ ફિલ્મનુ શૂંટિંગ કરી શકાતુ હતુ, પરંતુ ફિલ્મને રિચ લુક આપવા માટે આને કેનાડામાં બનાવવામાં આવી છે, જેથી થોડી અલગ દેખાય. ફિલ્મની વાર્તામાં નવું કશું નથી, પરંતુ સ્ક્રીનપ્લે (સંજય છૈલ, વિભા સિંહ, સાઈ કબીર)સારુ હોવાને કારણે દર્શકની ફિલ્મમાં રુચિ બની રહે છે. મધ્યાંતર પછી ફિલ્મ ખૂબ જ ધીમી થઈ જાય છે અને તેની લંબાઈ ખૂંપવા લાગે છે. ઘણા ગીતો એવા છે જેને માટે સારી સિચ્યુએશન નથી બનાવી.

અજીજ મિર્જા એક સારા નિર્દેશક છે અને ઘણા દ્રશ્યોને તેમણે પટકથાથી ઉપર ઉઠાવીની પોતાનો ટચ આપ્યો છે. પરંતુ એક જ વાતને વારંવાર રિપીટ કરવાથી તેમણે બચવુ જોઈએ. 'રાજૂ બન ગયા જેંટલમેન', હોય કે 'યસ બોસ' કે 'કિસ્મત કનેક્શન' ફિલ્મનો નાયક એક જેવો જ લાગે છે. પોતાનુ લક્ષ્ય મેળવવા સંઘર્ષ કરતો. પ્રતિભાશાળી હોવા છતા પણ નિષ્ફળ.

IFM
શાહિદ કપૂરે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. ઘણા દ્રશ્યોમાં તેમણે શાહરૂખ જેવો અભિનય કર્યો છે. કદાચ આમાં અઝિજ મિર્જાનો હાથ છે, કારણકે અત્યાર સુધી તેમણે બધી ફિલ્મો શાહરૂખને લઈને બનાવી છે. ઘણા દ્રશ્યોમાં શાહિદ ઓવરએક્ટિંગના ભોગ બન્યા છે.

વિદ્યા બાલન પોતાના લુકને લઈને ખૂબ જ પરેશાન જોવા મળી. ઘણી હેયર સ્ટાઈલ અજમાવી, પરંતુ તેના પર એક પણ જામતી નથી. આ જ હાલત તેના ડ્રેસની પણ રહી છે. જેનાથી તેમનો અભિનય પણ પ્રભાવિત થયો. શાહિદની સાથે પણ તેમની કેમેસ્ટ્રી નથી જામતી.

જૂહી ચાવલા પાસેથી ઓવર એક્ટિંગ કરાવી છે. ઓમપુરી, વિશાલ મલ્હોત્રા, મનોજ બોહરા અને હિમાની શિવપુરીએ પોતાનુ પાત્ર સારી રીતે ભજવ્યુ છે. પ્રીતમનુ સંગીત સારુ છે અને થોડા ગીતો સાંભળવા લાયક ચે. વિનોદ પ્રધાને કેનેડાને ઘણું બતાવ્યુ છે.

બધુ મળીને 'કિસ્મત કનેક્શન' ફીલ ગુડ સિનેમા છે અને આનાથી કોઈ સંદેશ નથી મળતો. આ ફિલ્મ એ અંધવિશ્વાસને પ્રોત્સાહન આપે છે કે કર્મની સાથે સાથે નસીબનો સાથ હોવો જરૂરી છે.