શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 28 નવેમ્બર 2008 (10:00 IST)

મુંબઈ તાજકાંડમાં દાઉદનો હાથ

મુંબઈમાં બુધવારે કાળો કેર વર્તાવનાર આતંકવાદીઓ સમુદ્રનાં માર્ગે પ્રવેશ્યા હતાં. આ આતંકવાદીઓની સંખ્યા 20થી વધુ હોવાનો અંદાજ છે.પરંતુ આ આતંકવાદીઓ આટલા વિશ્વાસથી કઈ રીતે સમુદ્રીમાર્ગે આટલી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી લાવી શક્યા?

મુંબઈ સુધી આ હથિયારો અને આતંકવાદીઓ પહોચ્યા કોની મદદથી ? આની પાછળ દાઉદ ઈબ્રાહીમનો હાથ છે. દાઉદ હાલમાં કરાંચીમાં છૂપાયેલ છે. લશ્કરના કમાંડર આસિફ સઈદે કરાંચીમાં છૂપાયેલ માફીયા અને મુંબઈની ગલીયે ગલીયોનો જાણકાર દાઉદનો સંપર્ક કરી તેની મદદથી આતંકવાદીઓ સહિત મોતનો સામાન મુંબઈ પહોચાડવામાં આવ્યો હતો.

1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ મુંબઈમાં આવેલા આતંકવાદીઓ અને થયેલા મોતકાંડમાં પણ ફરી દાઉદની સંડોવણી કરવામાં આવી છે. જેની મદદથી આ આતંકવાદીઓ મુંબઈ પહોચ્યા હતાં.

આટલી મોટી સંખ્યામાં આતંકવાદીઓનું જમીન માર્ગે આવવું શક્ય નથી. તેથી તેમણે દરિયાઈ માર્ગ પસંદ કર્યો હશે, તેવું માનવામાં આવી રહ્યુ છે. તેઓ બે બોટમાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જો કે આ અંગે વધુ માહિતી તપાસમાં જ જાણવા મળશે. પણ તેનાથી મુંબઈની દરિયાઈ સીમાની સુરક્ષા પર સવાલ ઉપસ્થિત કર્યા છે.