મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (14:59 IST)

જાણો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને સાબરમતી આશ્રમમાં ગિફ્ટમાં શું-શું મળ્યું

ગુજરાતના પ્રવાસ દરમિયાન સોમવારે ડોનાલ્ડ ટ્રંપ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ તેમની સાથે હતા. ગાંધીજીની સરળ જીવનશૈલીથી પ્રભાવિત ટ્રંપને આશ્રમ તરફથી ઘણી ભેટ સ્વરૂપ મળી.
 
આ સંબંધમાં સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઇએ જણાવ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપને ઘણી ભેટ આપવામાં આવી છે. તેમાં મહાત્મા ગાંધીની આત્મકથા, એક ચરખો અને ગાંધીજીના વિચારો પર આધારિત ત્રણ વાંદરાની સંગેમરમરની મૂર્તિ સામેલ છે. ટ્રંપે તમામ ભેટનો સહર્ષ સ્વિકાર કર્યો. ટ્રંપે સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે અહીં આવવું જ શાંતિનો અનુભવ હતો. 
 
તમને જણાવી દઇએ કે એરપોર્ટ પર પહોંચ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ પોતાના પરિવાર અને વડાપ્રધાન નરેંદ્ર મોદી સાથે સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. સાથે જ ટ્રંપ અને મેલાનિયાએ સાબરમતીમાં ગાંધીજીના ત્રણ વાંદરા વિશે પણ જાણકારી લીધી અને ચરખો પણ કાંત્યો. 
 
સાબરમતી પ્રવાસ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પીએમ મોદી માટે એકદમ સુંદર નોધ લખી. જેમાં તેમણે મોદીજીની મેજબાની માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.