શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (16:39 IST)

Trumph Visit Gujarat-ટ્રમ્પને જોવા સ્ટેડિયમમાં જવા માટે પાસ લેવા લોકોના કમિશ્નર કચેરી અને સ્ટેડિયમના ધક્કા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમ ખાતેના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં માત્ર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે. જ્યારે સામાન્ય અમદાવાદીઓને આમંત્રણ વિના પ્રવેશ નહીં મળે જેના કારણે દરરોજ સંખ્યાબંધ લોકો મોટેરા સ્ટેડિયમ અને પોલીસ કમિશ્નર કચેરીમાં મારે પણ ટ્રમ્પને જોવા છે મને પાસ આપો કહીને ધક્કા ખાઈ રહ્યા છે. અને બહાર નીકળીને એવું કહીં રહ્યા છેકે, મારે પણ ટ્રમ્પ જોવા છે તો કેવી રીતે જઈશ? નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ફક્ત સવા લાખ આમંત્રિતોને જ સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે. આ અંગે શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, સ્ટેડિયમમાં જવા માટે કોઇ પાસ અમારી પાસે નથી. સ્ટેડિયમમાં માત્ર ગુજરાત ક્રિકેટ એસોસિયશન (જીસીએ) અને કલેક્ટર દ્વારા આમંત્રિત કરાયેલા લોકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ મળશે.પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની મુલાકાતે જશે. ત્યારમાં એક મોટા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોડ શો બાદ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે. સ્ટેડિયમ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ જિલ્લામાંથી નામજોગ આમંત્રણ આપ્યા છે તેમને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. પોલીસના કાફલાની સાથે Nsgની પણ ટીમો અલગ અલગ જગ્યાએ તહેનાત રહેશે.