શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. મા દુર્ગાના સ્વરૂપો
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:32 IST)

Navratri Day 7 - સાતમુ નોરતું-શું છે આજે માતાજીનો પ્રસાદ

માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
 
મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.
 
મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.
 
બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવી માં દુર્ગાના કાલરાત્રિ રૂપની પૂજા સાતમા નવરાત્રમાં કરાય છે.
રંગ - આસમાની
ભોગ-
ગોળનો ભોગ