રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. મોદી સરકારનું એક વર્ષ
Written By
Last Modified: મંગળવાર, 19 મે 2015 (18:01 IST)

ટ્વિટરથી ફેસબુક સુધી મોદી મોદી

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પછી ટ્વિટર પર સૌથી વધુ લોકપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સાર્વજનિક છબિને ટેકનીક સાથે પરિચિત નેતાના રૂપમાં આકાર આપવા માટે સોશિયલ મીડિયાનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે.  અમેરિકી શોધાર્થી જોયોજીત પાલે સોશિયલ મીડિયા વેબસાઈટ પર પ્રધાનમંત્રી દ્વારા નાખવામાં આવેલ પોસ્ટોનો ઊંડો અભ્યાસ અને અનુસંધાન કર્યા પછી કહ્યુ કે મોદીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ મુદ્દાને બદલે પોતાની વ્યક્તિગત છબિ બનાવવા માટે વધુ કર્યો. 
 
યૂનિવર્સિટી ઓફ મિશિગંસ સ્કૂલ ઑફ ઈનફેર્મેશનના સહાયક પ્રોફેસર પાલે કહ્યુ કે મોદીએ ભારતમાં યુવા પેઢીની આકાંક્ષાઓ સાથે ખુદને જોડતા તકનીક સાથે સારી રીતે પરિચિત નેતાના રૂપમાં પોતાની સાર્વજનિક છબિને બનાવવા માટે સોશિયલ મીડિયાનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પાલના આ દસ્તાવેજ ટેલીવિઝન એંડ ન્યૂ મીડિયા જર્નલના તાજા સંસ્કરણમાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે. 
 
મોદીના ટ્વિટર પર 1.23 કરોડ ફોલોઅર્સ છે. તે ટ્વિટર જગતમાં ઓબામા પછી વિશ્વના બીજા સૌથી લોકપ્રિય નેતા છે. પાલે કહ્યુ કે ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન મોદીનુ એકાઉંટ તેમની રાજનીતિક વિચાર માટે વધુ સંકેત આપતુ હતુ. તેમણે રાષ્ટ્રીય સમારંભ અને ઉત્સવોનો ઉલ્લેખ કર્યો અને સેલિબ્રિટીને કહ્યુ કે તેઓ સમાજના હિત સાથે જોડાયેલા કાર્યો માટે આગળ આવે.  ચૂંટણી નિકટ આવતા આવતા મોદીએ ફિલ્મી કલાકારો, ક્રિકેટરો, અધ્યાત્મિક હસ્તિયો સહિત અનેક એવા ચર્ચિત લોકોને ટ્વીટ કર્યુ જેમને વધુ લોકો ફોલો કરે છે.   આ લોકોને મોદીએ યુવા મતદાતાઓને પંજીકરણ માટે પ્રેરિત કરવાનો આગ્રહ કર્યો. 
 
પાલે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી નવીનતમ તકનીકને અપનાવવામાં પણ આગળ રહ્યા છે. તેમણે કહ્યુ કે ઉદાહરણના રૂપમાં મોદીએ ટ્વિટર પર વીડિયો ફીચર આવતા જ તેનો લાભ ઉઠાવ્યો. પ્રધાનમંત્રીના રૂપમાં પોતાના કાર્યકાળમાં મોદીના ટ્વીટમાં ફેરફાર આવ્યો છે.  તેઓ પહેલાથી ઓછા રાજનીતિક નિવેદન પોસ્ટ કરે છે અને અનૌપચારિક સંદેશ જેવા કે શુભેચ્છાઓ, શોક વગેરે વધુ પોસ્ટ કરે છે. 
 
પાલે કહ્યુ કે મોદી ટ્વિટરનો ઉપયોગ મુદ્દાને બદલે એક વ્યક્તિગત સંકેટના રૂપમાં કરે છે. ઉદાહરણ રૂપે તેઓ કાર્યકર્તાઓ વચ્ચે માઈબાપની સ્ટાઈલમાં જાય છે. આ ઓબામાથી અલગ રીત છે. ઓબામા કોઈ એજંડાને આધાર બનાવીને ટ્વીટ કરે છે. મોદીની લોકપ્રિયતા સાથે જો ભારતીય નેતાઓની તુલના કરવામાં આવે તો તેમા સૌથી નિકટ સાંસદ શશિ થરુર છે. થરુરના 30 લાખ ફોલોઅર છે. 
 
મોદીનુ એક ફેસબુક પેજ છે જેના પર બે કરોડ 80 લાખ લાઈક છે. તેમણે ચાય પે ચર્ચા જેવા મોટા કામની શરૂઆત પણ કરી છે જેના હેઠળ તેઓ ચા પીતા સમયે ઓનલાઈન વીડિયોના માધ્યમથી નાગરિકો સાથે રાષ્ટ્રીય મુદ્દા પર ચૈટ કરે છે.