શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: સોમવાર, 29 ઑક્ટોબર 2018 (12:10 IST)

ગુજરાતી ખેડૂતે ખેતરમાં પીળા ગલગોટાની વચ્ચે લાલ ફૂલો દ્વારા ‘મોદી’ લખ્યું

નર્મદા જિલ્લાનાં સમારીયા ગામનાં ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં ફૂલોનું સુંદર વાવેતર કર્યું છે. ખેતરમાં પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાઓ દ્વારા ‘મોદી’ લખવામાં આવ્યું છે. ખેતરનો આ અદભુત નજારો ડ્રોન દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે. આ પહેલા ઉપેન્દ્રસિંહએ પપૈયાની ખેતી કરી હતી, પરંતુ તેમાં યોગ્ય વળતર ના મળતા તેમણે ફૂલોનું વાવેતર કર્યું છે.
ઉપેન્દ્રસિંહે પોતાના એક ખેતરમાં 22 હજાર રૂપિયાનો અને બીજા ખેતરમાં 33 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ગલ ગોટાનું વાવેતર કર્યું છે. તેઓ આ ખેતરમાંથી રોજનાં 20 કિલો ફૂલ મેળવે છે. રોજનાં 7 હજાર રૂપિયાનાં ફૂલો ઉતારે છે અને 4 મહિનામાં તેમને 3 લાખનું વળતર મળ્યું છે. ઉપેન્દ્રસિંહે ખેતરમાં પીળા ગલગોટાની વચ્ચે લાલ ફૂલો દ્વારા ‘મોદી’ લખ્યું છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આ તસવીરનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ઉપેન્દ્રસિંહે જણાવ્યું કે, “મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ઘણો જ આદરભાવ છે.
દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે તે પીએમ મોદીને આભારી છે. 31 ઑક્ટોબરનાં રોજ તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીનાં લોકાર્પણ માટે આવી રહ્યા છે તેથી તેમનાં આવ્યા પહેલા ફૂલો તૈયાર થઈ જાય તે રીતે વાવેતર કરવામાં આવ્યું નથી.”