નરેન્દ્ર મોદી વિશે ચોંકાવનારો ખુલાસો- નવરાત્રિમાં ફક્ત પાણી પીવે છે ....

નવી દિલ્હી., રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (09:45 IST)

Widgets Magazine

 દેશ દુનિયામાં આવા ન જાણે કેટલા અસંખ્ય લોકો હશે જેમણે રાત્રે ઉંઘ માટે દવાથી લઈને અન્ય સાધનોની જરૂર પડતી હશે. પણ દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા નથી. તેમની પથારી.. પર જતા જ માત્ર 30 સેકંડમાં ઉંઘ આવી જાય છે. તેઓ માત્ર સાઢા ત્રણ કલાક જ ઊંઘે છે.  સવારે 5 વાગતા જ તેમની દિનચર્યા શરૂ થઈ જાય છે. જ્યારથી તેમણે પ્રધાનમંત્રીનુ પદ સાચવ્યુ છે ત્યારથી આજ સુધી તેમણે એક પણ રજા નથી લીધી. આ વાત દિલ્હીમાં એક સૂચનાના અધિકાર હેઠળ માંગવામાં આવેલ માહિતીના જવાબમાં પીએમઓના ઓફિસમાંથી આપવામાં આવી. 
 
સૂચનાના અધિકાર હેઠળ એ પૂછવામાં આવ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રીઓએ કેટલી રજાઓ લીધી છે ? આ વિશે પીએમઓ ઓફિસે જવાબ આપ્યો કે પૂર્વ પ્રધાનમંત્રીઓની રજાઓના હિસાબથી હાજર નથી. પણ વર્તમાન પ્રધાનમંત્રી મોદીની રજાઓનો હિસાબ જરૂર છે. મોદીએ પોતાના કાર્યકાળમાં અત્યાર સુધી એકવાર પણ સત્તાવાર રીતે રજા લીધી નથી. અહી સુધી કે હિંદુઓના સૌથી મોટા તહેવાર અને દશેરા પર પણ રજા લેતા નથી. ચેનલ એબીપી ન્યૂઝ મુજબ મોદીએ ગઈ દિવાળી સીમા પર ગોઠવાયેલ સૈનિકો વચ્ચે જઈને દિવાળી ઉજવી હતી. જ્યારે કે આ વખતે તેઓએ વિજયાદશમી લખનૌમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં ઉજવી. 
 
મોદીને 30 સેકંડમાં ઉંઘ આવી જાય છે - મોદીએ એકવાર કહ્યુ હતુ કે હુ જ્યારે મારુ બધુ કામ પરવારીને મોડી રાત્રે સૂવા માટે પથારી પર જઉ છુ તો મને ફક્ત 30 સેકંડમાં ઉંઘ આવી જાય છે. તે પણ ખૂબ જ ઊંડી.. મારા પરિચિત ડોક્ટર્સ મને કહે છે કે હુ ખૂબ ઓછુ સૂવુ છુ. મને ઓછામાં ઓછા પાંચ કલાક ઊંઘ લેવી જોઈએ હુ ફક્ત ત્રણ કલાક જ સૂવુ છુ. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે દિલ્હી આવ્યા હતા. ત્યારે તેમણે પણ કહ્યુ હતુ કે તમે ખૂબ ઓછુ સૂવો છો. 
 
સવારે 5 વાગ્યાથી શરૂ થઈ જાય છે મોદીની દિનચર્યા - પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે મારી દિનચર્યા સવારે પાંચ વાગ્યે જ શરૂ થઈ જાય છે.  ચોક્કસ સમય પર મારી ઉંઘ ખૂલી પણ જાય છે.  હુ આંટો મારવા જઉ છુ. પછી યોગ અને પ્રાણાયામ કરુ છુ.  આ જ મને આત્મબળ આપે છે.  તેમનુ માનવુ છે કે યોગને કારણે મને થાક..ઉંઘ અને ભૂખ વગેરેમાં ખૂબ મદદ મળે છે. યોગ પછી હુ જાતે સોશિયલ મીડિયા જોઈને ઈ-મેલ ચેક કરુ છુ અને જેને જવાબ આપવાનો છે તેને જાતે જ આપુ છુ. સવારે 7 વાગ્યા હુ પીએમઓ ઓફિસને સૂચનો આપુ છુ. 
 
વધુ કામ મોદીને ઉર્જા આપે છે - મોદીના નિકટ રહેનારાઓમાં જગદીશ ઠક્કર છે. ઠક્કરે જણાવ્યુ કે મોદી હંમેશા કામને મહત્વ આપે છે. કામ ઓછુ થતા મુશ્કેલી આવે છે. જ્યારે કે વધુ કામ હોય તો તેમને ઉર્જા મળે છે. આ જ કારણ છેકે પ્રધાનમંત્રી પીએમઓ ઓફિસ 9 વાગ્યાથી પાંચ મિનિટ પહેલા જ પહોંચી જાય છે.  મોદી પોતે આટલા સક્રિય રહેતા હોવાથી તેમનો સ્ટાફ પણ આટલો જ સક્રિય રહે છે. 
 
મોદીને પાણી આપે છે તાકત - નરેન્દ્ર મોદી માટે જળ જ જીવન છે. આતંકવાદીઓ વિરુદ્ધ જ્યારે ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી તો મોદી રાતભર જાગ્યા. જ્યા સુધી આ ઓપરેશન ચાલતુ રહ્યુ તેમને પાણી પણ ન પીધુ... ઓપરેશન સફળ થવાની માહિતી મળ્યા પછી જ તેમણે પાણી પીધુ. 
 
નવરાત્રિમાં ફક્ત પાણી પીવે છે - મોદી દરેક નવરાત્રિમાં પૂરા નવ દિવસ ઉપવાસ રાખે છે અને ફક્ત પાણી જ પીવે છે. મોદી જ્યારે ગયા વર્ષે અમેરિકાની યાત્રા પર ગયા હતા. ત્યારે નવરાત્રિ ચાલી રહી હતી. ત્યા જ્યારે તેમણે ઓબામાને ભોજન પર આમંત્રણ આપ્યુ. ત્યારે તેમણે કહ્યુ કે હુ ઉપવાસ પર છુ.. તેથી તમારુ આમંત્રણ સ્વીકાર નથી કરી શકતો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હેપી બર્થડે Narendra Modi - મોદી માટે આવનારુ વર્ષ અનેક પડકારો અને પરિવર્તન લઈને આવશે

17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 67મો જન્મદિવસ ઉજવશે. આવામાં આ સવાલ બધાના ...

news

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં હાર્દિકની ધરપકડ કરવા રજુઆત કરી

પાટીદાર આંદોલન ફરીથી ઘગઘગતુ થયું છે. ત્યારે તેના પ્રણેતા હાર્દિક પટેલ સામે દાખલ થયેલા ...

news

મોદી સાહેબ ફરીવાર ગુજરાતમાં આજે રાત્રે પધારશે

જાપાનના પીએમ સાથે અમદાવાદમાં બુલેટ ટ્રેનનું ભૂમીપૂજન કર્યા બાદ હવે પીએમ મોદી ફરીવાર આજે ...

news

100 કરોડની પ્રોપર્ટી છોડીને આ નીમચના આ દંપતિ સુરતમાં લેશે દીક્ષા !!

મધ્યપ્રદેશના નીમચ જીલ્લામાં રહેનારા એક કપલે સંન્યાસી બનવા માટે પોતાની ત્રણ વર્ષીય બાળકી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine