ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : ગુરુવાર, 16 માર્ચ 2017 (13:35 IST)

UP ને Gujarat કેવી રીતે બનાવશે મોદી ? આ 6 આંકડા મેચ કરવા પડશે

ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવવાની કોશિશ શરૂ થઈ ચુકી છે. કેન્દ્રમાં સત્તારૂઢ બીજેપીને રાજ્યના વોટરોએ એકવાર ફરી અકલ્પનીય બહુમત આપી છે.  આ પહેલા પ્રદેશના વોટરોએ 2014મના લોકસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે 80માંથી 73 સીટો પર જીત અપાવી હતી. હવે રાજ્યની 403 સભ્યોની વિધાનસભામાં બીજેપીના પક્ષમાં 325 સભ્ય છે. 
 
આ બહુમત પ્રદેશના પ્રધાનમંત્રી મોદીના એ વચન પર આપ્યુ છે કે તેઓ આર્થિક રીતે પછાત અને બીમારુ રાજ્ય તરીકે ઓળખાતા ઉત્તર પ્રદેશને દેશના સૌથી અગ્રણી રાજ્ય ગુજરાતના મોડલ પર વિકસિત કરશે.  હવે પ્રદેશમાં બનનારી નવી સરકાર ચૂંટણી વચનને પૂરુ કરવા માટે ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવશે.  પણ જનતાને તો બસ આ 6 આંકડા બતાવશે કે કેવી રીતે ઉત્તર પ્રદેશ બનશે ગુજરાત. 
 
1. જીએસડીપી - આર્થિક આંકડામાં ગુજરાત દેશનો અગ્રણી પ્રદેશ છે. દેશની કુલ જનસંખ્યાના માત્ર 5 ટકા જનસંખ્યાવાળુ ગુજરાત દેશની જીડીપીમાં 7.6 ટકા (11 લાખ કરોડ રૂપિયા)થી વધુ યોગદાન કરે છે.  બીજી બાજુ ઉત્તર પ્રદેશની જનસંખ્યા દેશની કુલ જનસંખ્યાથી 16 ટકા વધુ છે અને જીડીપીમાં તેનુ યોગદાન 8 ટકા (12 લાખ કરોડ રૂપિયા) ની આસપાસ છે. એકબાજુ જ્યા ગુજરાત 2004-2005થી 2014-2015 દરમિયાન 12 ટકા વિકાસ દરની સાથે આગળ વધ્યુ તો બીજી બાજુ આ દરમિયાન ઉત્તર પ્રદેશ માત્ર 6 ટકાની ગ્રોથ જ કરી શક્યુ. 
 
2. પ્રતિ વ્યક્તિ આવક - દેશના કુલ વર્કફોર્સના 10 ટકા અને કુલ એક્સપોર્ટના 22 ટકા ગુજરાતમાંથી આવે છે. બંને રાજ્યોની આર્થિક સ્થિતિનો અંદાજ પ્રતિ વ્યક્તિ યોગદાન પરથી લગાવી શકાય છે. જ્યા ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ જીએસડીપી 1,41,405 રૂપિયા છે તો બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં આ માત્ર 49,450  રૂપિયા છે. 
 
3. ફેક્ટરી - ઈંડસ્ટ્રીના મામલે ગુજરાત કેમિકલ્સ, પેટ્રોકેમિકલ, ડેયરી, ડ્રગ્સ અને ફાર્મા, સીમેંટ અને સિરેમિક્સ, જેમ્સ એંડ જ્વેલરી, ટેક્સટાઈલ અને એંજિનિયરિંગમાં અગ્રણી રાજ્ય છે. પ્રદેશમાં 800 મોટી ફેક્ટરીઓ સાથે 4 લાખ 53 હજારથી વધુ સ્મોલ અને મીડિયમ ફેક્ટરીઓ છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા આજે પણ કૃષિ પ્રધાન છે. મેક ઈન ઈંડિયા કાર્યક્રમ હેઠળ 25 મુખ્ય ઈંડસ્ટ્રીમાં ગુજરાતની ઉપલબ્ધિ ઉત્તરપ્રદેશ કરતા ખૂબ આગળ છે. 
 
4. રોજગાર - ઉત્તર પ્રદેશમાં બેરોજગારીએ 2016 દરમિયાન 7.4 ટકાનો આંકડો પર કરી લીધો છે. જ્યારે કે બેરોજગારીની રાષ્ટ્રીય સરેરાશ 5 ટકા છે. રોજગાર આપવાના મામલે ઉત્તર પ્રદેશ દેશના અનેક રાજ્યોથી પાછળ છે. ગુજરાતમાં બેરોજગારીનો આંકડો 3.8 ટકા છે અને મહારાષ્ટ્રમાં 2.1 ટકા છે.  રોજગાર પૂરી પાડવા મામલે બિહાર 6 ટકા બેરોજગારી દર અને હરિયાણા 4.7 ટકાના આંકડા સાથે ઉત્તર પ્રદેશથી સારી સ્થિતિમાં છે. 
 
5. સાક્ષરતા - ઉત્તર પ્રદેશમાં સાક્ષરતા આંકડા ખૂબ ખરાબ છે. 2011ના આંકડા મુજબ જ્યા પ્રદેશમાં માત્ર 68 ટકા લોકો ભણેલા ગણેલા છે. તો બીજી બાજુ રાષ્ટ્રીય સ્તર પર 74 ટકા છે. બીજી બાજુ ગુજરાતના આંકડા 78 ટકાથી વધુ છે. સીએસઓના આંકડા મુજબ આ લક્ષ્યને પ્રાપ્ત કરવા પાછળ સૌથી મોટો પડકાર રાજ્યમાં શાળાની સ્થિતિ છે. જ્યા સીબીએસઈ દ્વારા પ્રતિ ટીચર 10-30 વિદ્યાર્થીઓની જોગવાઈ છે. પણ પ્રદેશમાં પ્રતિ ટીચર સરેરાશ 70 વિદ્યાર્થીઓ છે. 
 
 
6. સ્વાસ્થ્ય સુવિદ્યા - સ્વાસ્થ્ય સુવિદ્યાના નામ પર ઉત્તર પ્રદેશ અને બિહારની હાલત ખૂબ જ ખરાબ છે. હેલ્થ કેયર અને હેલ્થ સેંટરના માપદંડો પર ઉત્તર પ્રદેશના 47 જીલ્લા રાજ્યના સરેરાશથી નીચે છે.  રાજ્યમાં ઈંફૈન્ટ મોર્ટેલિટી રેટ 50 મૃત્યુ પ્રતિ 1000 જન્મ પર છે.   જ્યારે કે રાષ્ટ્રીય સરેરાશ સરેરાશ 40 મૃત્યુ પ્રતિ હજાર જન્મ પર છે.  પ્રદેશમાં 50 ટકાથી ઓછો જન્મ હોસ્પિટલ અથવા હેલ્થ કેયર સેંટરમાં થાય છે.  જ્યારે કે આખા દેશમાં આ આંકડો 75 ટકાથી વધુ છે.