ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (12:12 IST)

એફપીઓ પાછો લેવાના નિર્ણય બાદ અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણીએ શું કહ્યું?

અદાણી ઍન્ટરપ્રાઝિઝ લિમિટેડના બોર્ડ પોતાની કંપનીના સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયેલા 20 હજાર કરોડના ફૉલોઑન પબ્લિક ઑફર (એફપીઓ)ને પાછો લેવાનો નિર્ણય કર્યો છે.
 
અપ્રત્યાશિત પરિસ્થિતિ અને બજારની હાલની અસ્થિરતાને ટાંકતા કંપનીએ રોકાણકારોનાં હિતોને સુરક્ષિત રાખવાની વાત કરી હતી.
 
એફપીઓ પાછો લેવાની પ્રક્રિયા અને રોકાણકારો પાસેથી લીધેલા બધા પૈસા પાછા આપવાનું કંપનીએ કહ્યું હતું.
 
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે નિદેશકમંડળે એક ફેબ્રુઆરી (બુધવાર) ના થયેલી બેઠકમાં એફપીઓ પાછો લેવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી એફપીઓની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ છે.
 
અદાણી ઍન્ટરપ્રાઇઝિઝના ચૅરમૅન ગૌતમ અદાણીએ કહ્યું, “કંપનીનું બોર્ડ એફપીઓને સમર્થન આપવા અને કમિટમેન્ટ આપવા માટે બધા રોકાણકારોનો આભાર વ્યક્ત કરે છે.''
 
તેમણે કહ્યું કે, '' ગત અઠવાડિયે શૅર બજારની અસ્થિરતા છતાં કંપની, તેના કારોબાર અને પ્રબંધન પર તમે ભરોસો વ્યક્ત કર્યો તે ખૂબ સુખદ અને આશ્વસ્ત કરે તેવું હતું. તેના માટે આભાર.''
 
અદાણીએ મંગળવારના બજારની પરિસ્થિતિને અપ્રત્યાશિત ગણાવતાં કહ્યું કે કંપનીના શૅરની કિંમતમાં આખો દિવસ ઉતાર-ચઢાવ જોવા મળ્યો.
 
ગૌતમ અદાણી
તેમના અનુસાર, ''આવી અપ્રત્યાશિત પરિસ્થિતિમાં કંપનીના બોર્ડને લાગ્યું કે એફપીઓની પ્રક્રિયાને આગળ વધારવું નૈતિક રીતે ઉચિત નથી.''
 
તેમણે કહ્યું કે રોકાણકારોનાં હિત સૌથી મહત્ત્વપૂર્ણ છે, એટલે તેમને મોટું નુકસાનથી બચવા માટે બોર્ડે એફપીઓની પ્રક્રિયાને આગળ ન વધારનો નિર્ણય કર્યો છે.
 
તેમના અનુસાર, ''રોકાણકારોના પૈસા રિફંડ કરવા માટે તે કામ કરી રહી છે. કંપનીની બૅલેન્સશીટ સારી દશામાં છે અને તેમની પાસે પર્યાપ્ત નગદ છે. કંપનીએ દેવું ચૂકવવાનો પોતાના ભૂતકાળ પણ સારો ગણાવ્યો.''
 
ગૌતમ અદાણી અનુસાર, '' તેમની હાલની પરિસ્થિતિ અને આગળની યોજનાઓ પર આની કોઈ અસર નહીં પડે. તેમણે લાંબી અવધિની વૅલ્યૂ ક્રિએશનની વાત કહી છે. એક વખત બજાર સ્થિર થઈ જાય તો અમે પૂંજી બજારની પોતાની રણનીતિની સમીક્ષા કરીશું. અમને સંપૂર્ણ ભરોસો છે કે તમારું સમર્થન મળતું રહેશે. અમારા પર ભરોસો કરવા માટે આભાર.''
 
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી સમૂહના શૅર ઝડપથી પડ્યા હતા. શૅરના ભાવ નીચે આવવાનો ક્રમ બુધવારે પણ ચાલુ રહ્યું. ગત પાંચ બિઝનેસ ડેઝમાં સમૂહની કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન સાત લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે.
 
શરૂઆતમાં મુશ્કેલી બાદ મંગળવારના બજાર બંધ થતા સુધીમાં અદાણી ઍન્ટરપ્રાઝિઝનો એફપીઓ પૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. એફપીઓના છેલ્લા દિવસે રોકાણકારોનું સમર્થન મળ્યું જેમાં કેટલાક સાથી ઉદ્યોગપતિઓની પારિવારિક કંપનીઓ અને બિન રિટેલ રોકાણકારો સામેલ છે.